સચિન વી - કલબના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન ભાવસાર અને ટીમ દ્વારા આઈ.સી.નાયક શાળાની મુલાકાત લીધી
- Praja Pankh
- Feb 10, 2022
- 1 min read
ભાર વિનાના ભણતર માટે તૈયાર કરેલા વર્ગ ની મુલાકાત લઈ કાર્યશિલ શિક્ષિકા બહેનોને સચીન વી - ટીમ દ્વારા પ્રોત્સાહીત કરી સન્માનીત કરાયા
પ્રજાપંખ સચિન : સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈ.સી.નાયક પ્રાઇમરી વિભાગની શિક્ષિકાઓએ લોકડાઉન દરમિયાન સહજતા સાથે વધુ અસરકારક બનાવી નવતર પ્રયોગ દ્વારા બાળકોને ઓફલાઈન શિક્ષણ આપ્યુ. નવી શિક્ષણનીતી અને ગમ્મત સાથે જ્ઞાન કરાવી ભાર વગરના ભણતરને સાથઁક બનાવ્યુ. વિશેષતા એ છે કે શિક્ષિકા બહેનોએ વેસ્ટ માથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી સ્વહસ્ત કળાનો ઉપયોગ કર્યો. શાળા મંડળના પ્રમુખ સંદિપભાઈ દેસાઈ-મંડળના સદસ્યો, આચાર્ય સંદિપભાઈ વાધનો સહયોગ અને પ્રિપ્રાયમરીના ઈન્ચાજઁ શ્રીમતી કાજલબેન વાંસિયાના માર્ગદર્શનમા આ વગઁ તૈયાર થયો. સચિન વી-કલબના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન ભાવસાર અને ટીમ દ્વારા આ ભાર વગર ના ભણતર માટે તૈયાર કરેલા વર્ગ ની મુલાકાત લેવામાં આવી અને તે શિક્ષિકા બહેનોને પ્રોત્સાહીત કરી સન્માનીત કરવામા આવ્યા.
コメント