top of page

સચિન રમાતો જુગાર, જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સચિન પોલીસ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 20, 2022
  • 1 min read


સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અન્ય અધિકારીનાઓએ પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સંબંધે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર. દેસાઇ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બિજા પોલીસ માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.પ્રવિણભાઈ ભીમાભાઈ તથા એલ.આર.નારણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે સચીન હોજીવાલા મહેશ એન્ટર પ્રાઈઝ કંપનીના પાછળના ગેટ પાસે જાહેર રોડ ઉપર તીન પત્તીનો જુગાર રમતા આરોપી (૧) રાકેશ નરેન જાતે સોનવાલ રહે-રૂમ નં ૦૧ મહેશ એન્ટર પ્રાઈઝ કંપનીના રૂમમાં રોડ નં-૦૩ હોજીવાલા સચીન સુરત તથા (૨) નિપુ ભરથેશ્વર જાતે સોનવાલ રહે-રૂમ નં-૦૫ ભાવેશભાઈની કોલ્ડીપી કંપનીમાં રોડ નં-૦૩ હોજીવાલા સચીન સુરત તથા (3) સિકંદરકુમાર બિંદેશ્વર જાતે કુશવાહા રહે-રૂમ નં-૦૪ મહેશ એન્ટર પ્રાઈઝ કંપનીના રૂમમાં રોડ નં-૦૩ હોજીવાલા સચીન સુરત નાઓને રંગે હાથે જુગાર રમતા પકડી પાડી તેની અંગ ઝડતીના રોકડા રૂ.૮૦૮૦/-તથા દાવના રોકડા રૂ.૨૯૦૦/- તથા છુટા-છવાયા ગંજી પાના નંગ.પર કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિં.રૂ.૧૦૯૮૦/- ની મત્તાનો મુદામાલ કબ્જે કરી સદર આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરેલ છે. કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓમાં

ખુદ (૧) પો.ઇન્સશ્રી આર.આર. દેસાઇ (૨) પો.સ.ઈશ્રી એચ.જે.મચ્છર (૩) અ.હે.કો અરવિંદભાઇ ઉગાભાઇ (૪) અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ અને (૫) એલ.આર દશરથભાઇ માવજીભાઇ સામેલ હતાં

 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page