સચિન માં મળી આવ્યું ટાંકી માંથી માનવ કંકાલ...
- Praja Pankh
- Jun 28, 2022
- 1 min read


સચિન પ્રજા પંખ : સચીન ખાતેના પાછળના વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિનમાં આવેલ એક બિન વપરાશી ટાંકી માંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવી છે. આ માનવ અસ્થિઓમાં ઉપરથી હાલ માં ખોપડી નજર આવી છે. પોલીસ ઘટના સ્થળે તરતજ પોહંચી ગઈ છે. સચિન નો આ વિસ્તાર સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે. આ સમગ્ર મામલે સફાઈ કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરાંતા ઘટના સ્થળે આર આર દેસાઇ પી આઇ ની સૂચનાઓ થી પી એસ આઈ એસ આઈ દેસાઇ અને પી એસ આઈ હિરેન મચ્છર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગળ ની તપાસ શરૂ કરી છે. સચિન પોલીસે હાલ માનવ કંકાલને સુરત પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવાની તજવીજ કરી છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. સચિન પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને એ પણ જાણવાની કોશિષ કરી રહી છે કે આ આત્મહત્યા છે કે કોઈનું ખુનનું કારસ્તાન? જે હશે તપાસ માં બહાર આવશે, સચિન પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ સચિન ગામ ના કોમ્યુનીટી હોલ પાસે આવેલ વર્ષોથી બંધ રહેલ પાણી ની ટાંકી માંથી આ કંકાલ ટાંકીની સફાઈ દરમિયાન મળી આવ્યું છે આગળની તપાસ સચિન પોલીસ કરી રહી છે.
コメント