top of page

સચિન મહારાષ્ટ્ર મંડળના સિલ્વર જ્યુબિલિ વર્ષ નિમિત્તે યોજાયો, ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 3, 2021
  • 2 min read

શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ અને મહિલા મંડળ સચિનના સહયોગે ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્ર્સ્ટ તથા AtoZ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સચિનના ઉપક્રમે યોજાયેલ આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેનારાઓને પવિત્ર ભેટ સ્વરુપે પુર્ણબ્રહ્મ કબીર ( કવિર્દેવ) સાહેબ, જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સત્સંગોના સંગ્રહ ની ‘જ્ઞાન ગંગા’ અને ‘જીવન જીવવાનો માર્ગ’ નામક પુસ્તકોનું વિતરણ ડીંડોલિનાં ગુરુદાસ પિંટુ દ્વારા કરાયું હતું.

આ સફળ કેમ્પના ઈન્ચાર્જ નિલેશ કરમકાળેએ પદાધિકારિઓ સાથે સર્વ રોગ નિદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.


સચિન પ્રજાપંખ : શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ અને મહિલા મંડળના સહયોગે ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્ર્સ્ટ તથા એટૂઝેડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મંડળના ૨૫ વર્ષ પુર્ણ થતા સિલ્વર જ્યુબિલિ વર્ષ નિમિત્તે સચિન ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. આ કેમ્પનો લાભ લેવા 300 થી વધુ સ્થાનિક લોકોની હાજરી રહી હતી અને 151 જેટલા જરુરીયાતમંદોએ લાભ લઈ આભાર માન્યો હતો. આ સફળ નિદાન કેમ્પમાં માર્ગદર્શક તરીકે મંડળના યુવા અને વડીલ કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે સ્થાપક પ્રમુખ પ્રકાશ ભાવસાર, માજી પ્રમુખ સંજય માને, વર્તમાન પ્રમુખ લક્ષ્મણ પાટીલ, ઉપપ્રમુખ રાકેશ પાટીલ અને નિલેશ કરમકાળે મહિલા પ્રમુખ પૂનમ ભાવસાર, પ્રોજેક્ટ ડાયરેકટર સુમન માને હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૃઆત કરી હતી. કેમ્પના ઈન્ચાર્જ નિલેશ કરમકાળે તથા ધર્મેશ બડગુજરે પદાધિકારિઓ સાથે આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી. પ્રેરણાદાયક માર્ગદર્શક તરીકે વિશેષ મહેમાનોમા કોર્પોરેટર હસમુખભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિ, રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્ય, પિયુષાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય અને પ્રમુખ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ સુરત તથા પી.એસ.આઇ. એસ.આઇ. દેસાઇ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી, આ કેમ્પમાં સ્થાનિક નગરજનો સાથે પોલિસ જવાનો અને હોમગાર્ડ્સ જવાનોએ પણ લાભ લીધો હતો. આ કેમ્પમાં બીપી, શુગર, ઇ.સી.જી. હાડકા રોગ, દાંત, કાન, નાક, ગળા, સ્ત્રી રોગ, નાના બાળકો શિશુઓના નાના મોટા રોગોનું બિલ્કુલ નિશુલ્ક તપાસ કરી હતી સાથે આઇ.વી.એફ.ની સલાહ પણ જરુરીયાતોને આપવામા આવી હતી, આ સાથે જરુરીયાતમંદ દર્દીઓને તમામ દવા પણ ફ્રી આપવામાં આવી હતી, આ પ્રસંગે હવે હોસ્પીટલમાં કેમ્પની ફાઇલ સાથે જનારાઓને ઓપીડી ફ્રી તથા ૨૦ ટકા અને એક્સ-રે મા ૫૦ ટકા છૂટ આપવામા આવશે એવું ડાયરેકટર યોગેશ સૂર્યવંશીએ જાહેર જણાવ્યું છે. કેમ્પને સફળ બનાવવા સાથે સાથે એસ. ઓ. પી. ના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું, મરાઠીભાષી બન્ને મંડળ પદાધિકારીઓ અને સદસ્યો અને AtoZ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટર બીલાલ હિદાયત, ડો. વિશાલ પટેલ, ડો.રીના નિકમ, ડો. મેઘા પટેલે અને નર્સિંગ સ્ટાફે તથા નિરજ બારોટ, પશાભાઇ દેસાઇ અને અબ્દુલ રઝાક સૈયદ તથા રાકેશ ગોહીલે સાથે મંડળના ઉપરોક્ત સહુ અને ઉપપ્રમુખ સુનિલ ઠાકરે, ઘોડે તથા અશોક્ભાઇએ સારી એવી જહેમત ઉઠાવી, સુંદર અને પ્રશંસનિય કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેનારાઓને ભેટ સ્વરુપે પુર્ણબ્રહ્મ કબીર ( કવિર્દેવ) સાહેબ, જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સત્સંગોના સંગ્રહ ની ‘જ્ઞાન ગંગા’ અને ‘જીવન જીવવાનો માર્ગ’ નામક પુસ્તકોનું વિતરણ ડીંડોલીનાં ગુરુદાસ પિંટુ દ્વારા કરાયું હતું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page