top of page

સચિન બ્રહ્મા કુમારી દ્વારા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધતામાં એકતા થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઇ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 13, 2022
  • 2 min read

સચિન પ્રજાપંખ : આઝાદીના 75માં અમૃત મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મા કુમારી એકમ સચિન દ્વારા વિવિધતામાં એકતા થીમ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં અન્ય વ્યક્તિગત અને શાળાના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ રંગોમા સમગ્ર ભારતને સુન્દર કલાક્રુતિથી દરેક સ્પર્ધકે આંગળીઓના જાદુથી રજૂ કરવામાં કોઇ કસર બાકી રાખી ન હતી. ત્યારે નિરિક્ષકો દ્વારા ભારે મથામણ થઇ કે કઈ ક્રુતિને વિજેતા ઘોષિત કરવી? એટલી સુંદર કલ્પ્નાઓ સાથે રંગોળી દોરી પોતાની મનની વાત રજૂ કરવામાં આવેલ હતી. સ્પર્ધામાં વિજેતા અને સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પધારેલ મહેમાનો અને આયોજક પ્રજાપિતા બ્રહ્માકુમારી દીદી રીનાદીદી તથા સવિતાદિદિએ સહુને અભિનંદન પાઠવ્યા હતા. રીના દીદીના જણાવ્યા મુજબ અમૃત મહોત્સવ નિમિત્તે અમે 75 કાર્યક્ર્મ કરી રહ્યા છીએ, અનેક કાર્યક્રમ થઈ ગયા છે. આજે રંગોળી સ્પર્ધામાં ભારતનાં સ્વચ્છતા અને નવા ભારતની થીમ ખરેખર ની સફર જોવા મળી. રાષ્ટ્રિય એકતા અને અહિંસા , ક્ષમા , સત્ય જેવા આપણાં અખંડ ભારતના દર્શન અહી થાય છે. ' વિવિધતામા એકતામાં પ્રજાપિતા બાબા અને અખંડ ભારતને દર્શાવતા શબ્દો જેવા નારા અને સ્લોગનની સાથે ભારત નાં વિવિધ ધર્મો તથા અરીસા સમાં વિશ્વને ટક્કર મારતું ભારત આ અલગ અલગ રંગોળીઓમાં દર્શન કરાવતું હતું. નિરિક્ષકોએ પણ સ્પર્ધકોને અનેક પ્રશ્નો પુછી જવાબોથી પ્રસંનતા અનુભવી હતી. ભારત દેશ માં વિવિધ ધર્મ નાં લોકો એક સુત્રમાં કેટલા સુંદર વિચારો સાથે રહે છે જેનો સંદેશ આ રંગોળીમાં નજરે પડ્યો હતો. નિરિક્ષકોના પરીણામો આ રીતે રહ્યા 18 વર્ષ ઉપરના વિજેતાઓમાં પ્રથમ ક્રમે મનિષા પટેલ, ડો. રીયા પટેલ અને ખુશી પટેલ, દ્વિતિય ક્રમે જીગર ચૌહાણ, રિકેશ પટેલ તથા તૃતિય ક્રમે સંગીતા જીનલ અને આશ્વાસન પ્રાઇઝ અક્ષ્ય પટેલ અને સુરેખા તથા સંગીતાને ભાગે ગયું છે. બિજો ભાગ હતો 18 વર્ષથી નાના વિજેતા બાળકો જેમા આશ્વાસન એ- જયશ્રી, પ્રિયાંકા, એ-બંશિકા પ્રજાપતિ, શાહ આકાંશા, મંસુરી સાનિયા તથા પ્રથમ જ્યોતિ મલાકાર, મુસ્કાન શુક્લા, નિશા ચૌધરી દ્વિતિય ચૌધરી છબી નિષાદ, સરસ્વતી અને તૃતિય વિજેતામિશ્રા સુમી રહ્યા હતા જેમણે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page