સચીન પોસ્ટેની સી ટીમ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમ ના કાર્યક્રમ.....
- Praja Pankh
- Sep 6, 2022
- 2 min read
સચીન પોસ્ટેની સી ટીમ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઇમ ના કાર્યક્રમ આશાપુરી સોસાઈટી ગણપતી ઉત્સવ ખાતે યોજાયો
કોરોના બાદ અચાનક નાની બાળકીને ઉઠાવી જવાના અને બળાત્કાર કરીને મારી નાખવાના બનાવો વધુ બનતાં હવે પોલિસ સાથે સમાજની પણ જાગ્રુકતા જરુરી છે, જે માટે સચીન પોલિસ ઇન્સપેકટર આર. આર.દેસાઈ ના સુચના માર્ગદર્શનમાં સચીન પોસ્ટે માં . સી. ટીમ દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ ના કાર્યક્રમો પીએસાઇ એસ.સી.સંગાડા ના માર્ગદર્શનમાં યોજાઇ રહ્યા છે. જેમાં સ્થાનિક માત-પિતાઓ અને બાળકો ને સારી એવી જાત માહીતી રુબરુમાં અપાઇ રહી છે. ગત રોજ આશાપુરી સોસાયટી ગણપતી ઉત્સવ,GHB કનકપુર સચીન ખાતે મોટી સંખ્યામા લોકો આ જનજાગ્રુતી કાર્યક્રમમાં પધાર્યા હતાં. જ્યાં પી.એસ.આઇ. એસ.સી.સંગાડા, અને પી.એસ.આઇ. એસ.આઇ. દેસાઇના,પીએસઆઇ હિરેનભાઇ મચ્છર સાહેબ માર્ગદર્શનમાં ગુડ ટચ બેડ ટચ , સાયબર ક્રાઇમ, સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજાયો હતો. જનજાગ્રુતી મા જાણીએ તો આજકાલ નાની કૂમળી વયની બાળાઓ ઉપર નરાધમોનાં બળાત્કાર વધી જતાં પોલીસ વિભાગ વધુ સક્રિય થયો છે. સચીનના જનજાગૃતિ નાં કાર્યક્રમોમાં બાળકો સાથેના દુષ્કર્મના ગંભીર બનાવોમાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે બાળકો સાથે અત્યાચાર ન થાય અને થાય તો તેઓ કેવી રીતે તેને રોકવા પ્રયાસ કરે તથા વાલીઓને કે પરિવારના સભ્યોને કેવી રીતે જાણ કરે તે અંગેની જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ સચિન વિસ્તારમાં યોજાયો હતો. જેમાં બાળકો અને મહિલાને જાગૃત કરવા માટે બેડ ટચ અને ગુડ ટચની જાણકારી રુબરુ આપવામાં આવી હતી. સાથે જ પોલીસની સી ટીમ દ્વારા હેલ્પલાઈનનો ઉપયોગ કરવા માટે પણ સોસાયટી અને પરપ્રાંતિય બાળકો અને મહિલાઓને સમજ અપાઈ હતી. આ કાર્યક્રમને સચીન પોલીસ સ્ટેશન પોલિસ ઇન્સ્પેકટર આર આર દેસાઈના માર્ગદર્શનમાં આશાપુરી સોસાયટી ગણપતી ઉત્સવ સચીન સુરત ખાતેનાં આયોજકોમાં પ્રકાશ મૌર્ય ( પ્લાટુન સાર્જન્ટ સચીન હોમગાર્ડ યુનિટ, સુરત શહેર) કાર્યક્રમને સફળ બનાવવા ,સચીન પોલિસ સ્ટેશનનાં PSI એસ આઈ દેસાઈ ,PSI હિરેન ભાઇ મચ્છર તથા PSI એસ.આઇ સંગાડા ,અને એમની "સી" ટીમનાં કર્મચારીઓ અને વિશેષ વકતા તરીકે પ્રકાશ મૌર્ય ( પ્લાટુન સર્જન્ટ) સચીન હોમગાર્ડઝ યુનિટ,દ્વારા સમજણ આપવામા આવી હતી
Comments