સચિન પોલિસ સ્ટેશન દ્વારા સિટિજનોને સાયબર ક્રાઇમની સમજ આપાઇ
- Praja Pankh
- Oct 7, 2021
- 3 min read
આપના ગજવાના પૈસા ફ્રોડો એમના ગજવામા મીઠી મીઠી વાતો કરી આસાનીથી સરકાવી લઈ લે છે. આવા ફ્રોડમેન કે માફીયાઓ તેઓના ગેરકાયદેસરના ધંધાઓ માટે લોકોના કાયદેસરના નાણાં ગેરકાયદેસર રીતે મેળવી લે છે અને બાદ તેનો ઉપયોગ અસામાજીક પ્રવૃતિઓ માટે કરે છે. વર્તમાન સમયમાં આ કૃત્ય ઇન્ટરનેટ મારફતે કરવામાં આવી રહેલ હોઇ જેને સાયબર મની લોંડરીંગ કહેવામાં આવે છે. પી.એસ.આઇ એચ.જે.મચ્છર
આજકાલ મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુન્હા એટલે સાયબર ક્રાઇમ જેનાથી આમ આદમી બચી શકે, જે માટે સચિન પોલિસ દ્વારા સિટીજનોને સાયબર ક્રાઇમની જરુરી માહીતી આપી સજાગ કરાશે : પી.એસ.આઇ. એસ.આઇ.દેસાઇ
સચિન પ્રજાપંખ :ગત રોજ પી. આઇ. કે.બી.ઝાલાના માર્ગદર્શનમા આજકાલ વધુ થઈ રહેલા સાયબર ફ્રોડ બાબતે સજાકતાની એક મિટિંગ આયોજિત કરાઇ હતી, જેમાં પી.એસ.આઇ એચ.જે.મચ્છર તથા પી.એસ.આઇ. એસ.આઇ.દેસાઇ તથા હે.કો. સંદિપ ચૌધરી, પો.કો. લક્ષ્મણ ખાંભાલા અને નિતિન વાઘેલાએ પધારેલ સહુ સિટીજનોને સાયબર ક્રાઇમની ઝીણી ઝીણી બાબતો થી વાકેફ કર્યા હતાં, જેનાથી આપણે વ્યક્તીઓ કેવી રીતી બચી શકે. જેની સંપુર્ણ વિગતવાર એક પછી એક એક માહીતી આપી સમજાવી હતી. જેમા ખાસ જોઇએ તો આજકાલના ફ્રોડ લોકો, આપને મીઠી વાતોથી કામણથી આપના પૈસા ખંખેરી લેય છે. આપને ખબર પડે ત્યાં સુધી મોડૂ થઈ ગયું હોય છે, જેથી સાવચેત રહેવું જરુરી છે. જેમા ખાસ તો લોટરી, ઇનામો, કસ્ટમ કેર, વાયરસ / માલવેર એટેક, ડીનાઇલ ઓફ સર્વિસ, ઓન લાઇન શોપિંગ, ઓન લાઇન પ્રતિબંધીત વસ્તુ ખરીદવી કે વહેંચવી, ડેટા, ઇન્સોરંસ, નોકરી અપાવવી - જોબ ફ્રોડ, ટાવર ઇંસ્ટોલેશન, બેંક મકાન-ડાયરી લોન, કેમિકલ, બિયારણ, ઇ-કોમર્સ, ઇમેલ સ્પુફિંગ, રેન્સમવેર એટેક અને મેટ્રી મોનિયલ જેવા ફ્રોડ કરીને આપના ગજવાના પૈસા એમના ગજવામા આસાનીથી સરકાવી લઈ લે છે. જે એક મોટો કાનુની ગુન્હો બને છે, જેને અટકાવવા આપણે જાતે સતર્ક રહેવુ જરુરી છે, જે માટે આજે સચિન પોલિસ સ્ટેશનમા આ મિટિંગનું આયોજન કરાયું હતું. આજના સમયે આવા ક્રાઇમ વધી ચુક્યા છે. જેને અટકાવવા ખુદ પોતે સજાગ રહેવું જરુરી છે એવું પી.એસ.આઇ એચ.જે.મચ્છર તથા પી.એસ.આઇ. એસ.આઇ.દેસાઇ તથા હે.કો. સંદિપ ચૌધરી, પો.કો. લક્ષ્મણ ખાંભાલા, અને નિતિન વાઘેલાએ જણાવ્યું, વધુમા ચર્ચામાં જણાવ્યું કે, આજે કોઇપણ કોમ્પ્યુટરના માધ્યમથી બિભત્સ કે, જુગુપ્સા પ્રેરક ફોટાઓ કે વિડીયો પ્રસારીત કરી અન્ય લોકો સુધી પોહંચાડવા ઓનલાઇન મુકવા તેને સાયબર પોર્નોગ્રાફી કરી તમને ફસાવાય છે. હાલ આ પ્રકારના ગુન્હાઓનો ભોગ બાળકો સૌથી વધારે બની રહેલ છે. આમ જોઇએ તો અશ્લીલ ફોટા કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઇલ ફોનના માધ્યમથી પ્રસિધ્ધ કરવા તે એક મોટો ગુન્હો બને છે. આવા કૃત્યોમાં જ્યારે બાળકોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ચાઇલ્ડ પોર્નોગ્રાફી કહે છે. આ મોટો અપરાધ છે એમણે જણાવ્યું, આ ઉપરાંત સાયબર મની લોંડરીંગ બાબતે પણ ચર્ચા કરાઇ કે, જેમા જણાવ્યું કે, લોકોને ઇમેઇલ અથવા ટેકસ મેસેજ મારફતે મસમોટા ઇનામોની લાલચ આપી, જાણીતી કંપનીઓના નામનો ઉપયોગ કરી લોકો પાસેથી એડવાન્સમાં થોડી થોડી રકમ મેળવી જાળમાં ફસાવવામાં આવે છે. જેને સાયબર મની લોંડરીંગ કહે છે. આવા ફ્રોડ અટકાવવા આ માફીયા લોકો સામે હવે સ્ટેટ પોલીસનું પ્રાથમિક ધ્યેાય, ગુજરાતની બહુવિધતા ધ્યાવને લેતાં તથા બંધારણીય વ્યેવસ્થાન અને કાયદાકીય વ્ય્વસ્થારની જોગવાઇ મુજબ જાહેર વ્યનવસ્થાતની જાળવણી, આંતરિક સલામતી અને ગુન્હાઓ શોધવાનું તેમજ અટકાવવાનું શરુ કરેલ છે. જેથી સચીન પોલિસ સ્ટેશનમાં આ સાયબર સેલ જાગ્રુતી મિટિંગનું આયોજન કરાયું હતું. સ્થાનિક પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ થઈ રહ્યુ છે. જેથી હવે આપને કોઇ એવા ઓટીપી માંગતા કે અન્ય સાયબર ક્રાઇમના કોઇ પણ પ્રકારના ફોન આવે તો આપે સીધા ૧૦૦ નંબર પર અને 155260 તાત્કાલિક જાણ કરી નજીકના પોલિસ સ્ટેશનમા પણ જાણ કરો, જેથી આપના નાણાં એ ફ્રોડ માફિયા પાસે જતાં અટકી જશે. એવું પી.એસ.આઇ એચ.જે.મચ્છર તથા પી.એસ.આઇ. એસ.આઇ.દેસાઇ તથા હે.કો. સંદિપ ચૌધરી, પો.કો. લક્ષ્મણ ખાંભાલા અને નિતિન વાઘેલાએ સ્થાનીક સિટીજનોને આવી ઝીણી ઝીણી બાબતો થી વાકેફ કર્યા હતાં.
コメント