સચીન પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબિશનનો કેસ શોધી કાઢી ભારતીય બનાવટનો દારુ ઝડપી પાડ્યો. . . .

સચિન પ્રજાપંખ : સચિન પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મેં, પોલીસ કમિશ્નર અને ઉપરા અધિકારીઓની મળેલ સૂચનાઓ મુજબ પ્રોહીબિશનની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુત કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શનનાં આધારે પો. ઇન્સપેકટર કે. બી. ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ બ,નં-૧૫૭૦ તથા અ.પો.કો. પ્રવિણભાઈ ભીમાભાઈ બ.નં.૧૬૬૦ નાઓને મળેલ સંયુક્ત બાતમીનાં આધારે પાંચ મહીલા આરોપીઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ. જેમના નામ (૧) સુમળીબેન તે મોહનભાઇ નુરીયાભાઇ ભુરીયાની પત્ની ઉ.વ.૪૦ (૨) વરજુબેન તે કનુભાઇ સબુરભાઇ ભુરીયાની પત્ની ઉં.વ.૪૫ (૩) મંજુબેન તે બદીયોભાઇ નુરીયાભાઇ ભુરીયાની પત્ની (૪) બદલીબેન તે નબળાભાઈ રૂમાલભાઇ ભુરીયાની પત્ની અને (૫) દિવ્યાબૅન તે દિનેશભાઇ પિંજાભાઇ મીનામાની દિકરી ઉ.વ.૨૦ જેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની બોટલ નંગ-૫૫૮ જેની કુલ્લે કિમંત રૂપિયા ૩૧,૫૦૦/- ની મત્તાનો મુદામાલ કબજે કરી, પાંચે આરોપીઓ વિરુદ્ધમાં ધી ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ- ૬૫ (ઇ) (એ) ૮૧ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે. સચિન પોલીસે દારૂ નો
જથ્થો ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. જેમાં સામેલ અધિકારી કર્મચારી નીચે મુજબ હતાં ખુદ પો.ઇ. કે. બી. ઝાલા, પો.સ.ઇ. એચ. જે. મચ્છર એ. એસ. આઇ. પિતામ્બર વ્યંકટ, અ.હે.કો. હસમુખભાઈ નારણભાઈ, અ.હે.કો. ખોડુભાઇ સબળસિંહ, અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઈ, અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ, અ.પો.કો પુંજાભાઇ પરબતભાઈ, અ.પો.કો. રામભાઇ વાસાભાઈ, અ.પો.કો. અનિરૂદ્ધસિંહ પ્રહલાદસિંહ, અ.પો.કો. વિજયસિંહ ભગવાનમાઈ, તથા વુમન અ.પો.કો. સંતોકબેન લક્ષ્મણભાઈ એ પ્રશંસનીય કામગીરી કરી છે.



Comments