સચિન પોલીસ સ્ટેશનનું "ઓપરેશન ક્લીન"સક્સેસ....
- Praja Pankh
- Apr 25, 2022
- 2 min read
સચિન પોલીસ સ્ટેશન ની
સરહાનીય કામગીરી "છેલ્લા દશ વર્ષથી ધાડ, લુંટ તથા આર્મ્સ એકટના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને " ઓપરેશન ક્લીન" દરમ્યાન અલીરાજપુર(મધ્યપ્રદેશ) ખાતે રાત્રીના ઓપરેશન કરી પકડી પાડતી સુરત શહેર સચીન પોલીસ"

સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નરશ્રી તથા અન્ય અધિકારીઓની સૂચના અન્વયે હાલમાં ચાલતા " ઓપરેશન ક્લીન " દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવમાં પો.સ્ટેના, સુરત શહેર, જીલ્લાઓના, રાજય બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આયોજન કરેલ હતું, જે અનુસંધાને પો.ઇન્સ કે. આઇ. મોદી નાઓની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવાની કામગીરીમાં કર્મીઓ રોકાયેલ હતા તે દરમ્યાન એસઆઇ પિતામ્બર વ્યંકટ બ.ન. ૨૫૫૩ તથા હેકો હસમુખભાઈ નારણભાઇ બ.ન. ૨૨૪ તથા પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ બ.ન ૧૬૬૦ નાઓને હ્યુમન શોર્સીસ આધારે સંયુક્ત બાતમી મળેલ કે, સચીન પો.સ્ટે છેલ્લા દશ વર્ષથી ધાડ, લુટ, આર્મ્સ એકટના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પોતાના ગામ
અંબાજા, ચિખલી જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) ખાતે છે જે હકિકત મળતા એની ખરાઇ કરવા માટે અત્યંત વિશ્વાસુ બાતમીદાર મારફતે ખરાઈ કરાવી તેઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓ પોતાના ગામ અંબાજા, ચિખલી ખાતે છે જે ગામો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોય અને જો દિવસના ભાગે તેને પકડવામાં માટે રેઇડ કરવામાં આવે તો આરોપીઓ નાશી જવાની પુરેપુરી સંભાવના હતી. જેથી સદર જગ્યાએ રાત્રીના સમયે રેઇડ કરવા સારૂ પુરતુ ગુપ્ત આયોજન પ્લાનીંગ કરી આરોપીઓને ફિલ્મી ઢબે અલીરાજપુર (મધ્યપ્રદેશ) ખાતેથી પકડી પાડેલ અને એ પકડાયેલ આરોપીઓના નામ
(૧) નગી ઉર્ફે નગીન નાન્ટા રાઠવા (૨) વિપુલ S/૦ ડુંગરસીંગ રાઠવા ઉર્ફે મોરી છે જેની ધરપકડ કરવામાં આવેલ તે ગુનાઓની વિગત સચીન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ-૩૯૫, ૩૯૭ તથા ધી.આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)એ મુજબના ગુનામાં ફરીયાદીના ઘર માથી રોકડા રૂ.૨,૫૦,૦૦૦/- તથા સોના દાગીના કિ.૩.૧,૮૦,૦૦૦/- તથા સાહેદ ના ઘર માથી રોકડા રૂ.૩૫,૦૦૦/- સોનાના દાગીના, મોબાઇલ ફોન નંગ-૦૨ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૫,૦૦૦/-ની મત્તાની ધાડ, લૂટ કરેલ હતી તે છે તથા બીજા
લૂટેરાની પણ સચીન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ-૩૯૫, ૩૯૭, ૩૩૬, ૪૨૭ મુજબના ગુનામાં (૧) સોનાનું મંગળસૂત્ર નંગ-૦૧ કિ.રૂ.૧૫,૦૦૦/-,(૨) સોનાની બુટ્ટી નગ-૨ કિ રૂ.૧૫,૦૦૦/-,(૩)ચાંદીની પાયલ નંગ-૦૧ કિ રૂ.૨૦૦૦/-,(૪) મોબાઇલ ફોન નંગ-૪ કિ રૂ.૩૫૦૦/-, સાડીઓ નંગ-ર૦ મળી કુલ્લે કિ.રૂ.૩૬,૫૦૦/- ની મત્તાની ઘાડ, લુંટ કરેલ જેને પણ એ રીતે ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે અને એ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી (૧) પો.ઇન્સશ્રી કે.આઇ.મોદી (૨) પો.સ.ઈશ્રી એચ.જે.મચ્છર
(૩) એ.એસ.આઇ પિતામ્બર વ્યંકટ
(૪) અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ (૫) અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઇ હતાં અને ઓપરેશન ક્લીન ને સચિન પોસ્ટે સક્સેસ કરી પ્રસંશનીય કામગીરી કરી છે.
Comments