સચિન પોલીસે બે માસથી ફરાર થયેલ, લુંટના આરોપીને ઝડપી પાડયો
- Praja Pankh
- Dec 29, 2021
- 1 min read

પ્રજાપંખ સચિન : પોલીસ કમિશ્નર સુરત તથા અન્ય અધિકારીઓ ની સૂચના મુજબ તાજેતરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવ ચાલુ છે તે સમયે સચિન પો.સ્ટેના તથા સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી સચિન ખાતે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ તથા અ.પો.કો પંજાભાઇ પરબતભાઇ બ.નં.૧૪૨૦_નાઓને મળેલ સંયુક્ત બાતમીનાં આધારે લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી કેસ નોંધી, આગળની કાર્યવાહી કરી છે. નાસતો ફરતો આરોપીનું નામ નિતીન ઉર્ફે નિખીલ 5/0 ચન્દ્રકાંત ચોબે ઉ.વ-૧૯ ધંધો-બેકાર રહેવાસી-ઘર નં-એ/૭૦૪ વિશ્વામિત્રી હાઇટસ-૦૨ સચીન સુરત શહેર છે જેની પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ધરપકડ કરવામાં આવેલ અને સચીન પોલીસ સ્ટેશન "એ" પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૯૫, ૩૯૭, ૩૯૮, ૩૪૭, ૪૧૨, ૧૨૦(બી) વિગેરે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે. પોલીસ સ્ટેશનના જણાવ્યાં મુજબ પકડાયેલ આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ વિગેરે મુજબના વાહન ચોરીનો ગુન્હો કરેલ જે
ગુન્હાની ટૂંકી વિગત જાણીએ તો
એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ રજીસ્ટ્રેશન નંબર-GJ-05-BZ-7899 ની ગાડીમાં ડીલીવરી ડોટકોમ કુરીયર કંપનીમાં આવેલ જુદી જુદી કંપનીઓના કુલ્લે ૧૫૯૬ પાર્સલો આરોપીઓ સાથે લુંટ કરી નાશી જઇ ગુન્હો કર્યા છે જેની કિંમત રૂ.૧૦,૨૩,૯૨૩ છે. આ પ્રસંશનીય કામગીરીમાં પોલીસ અધિકારી/કર્મચારીમાં ખુદ પોતે
પો. ઇન્સ. શ્રી કે. બી. ઝાલા્, પી.એસ.આઇ. એચ.જે.મચ્છર, અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪, અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦, અ.પો.કો પુંજાભાઇ પરબતભાઇ બ.નં-૧૪૨૦ સામેલ હતાં જેમણે આ પ્રસંશનીય કામગીરી કરી હતી.
Comments