સચિન પોલિસે બાતમીના આધારે વિદેશી દારુ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી
- Praja Pankh
- Jun 23, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : સચિન પોલીસ મથકને મે. પોલિસ કમિશ્નર અને અન્ય ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ પ્રમાણે પ્રોહિબ્રીશન / જુગારની ડ્રાઇવ ચાલુ હોવાથી પ્રોહી / જુગારના કેસો શોધી કાઢવા બાબતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇના સુચનાઓથી અને માર્ગદર્શનથી પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પોલિસ સબ ઇન્સપેકટર એ.એન.જાની તથા અ.પો.કો. ધાનાભાઇ ખિમાભાઇને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે ત્રણ આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થો કારમા લઈ જતાં રંગેહાથ ઝડપી પાડેલ છે. ઝડપાયેલા આરોપીના નામોમા (1) સીનું પીઓ ઓસેફ આંટની ઉમર 38 રહે 02, પ્લઝ રીસોર્ટ, સિલવાસા સ્ટાફ ક્વાટર્સ નરોલી દાદરા અને નગર હવેલી (2) ગોપાલકુમાર છોટુલાલ શાહ ઉમર 32 આર એન 12 ડાંગી ફળીયુ, અજયભાઇની ચાલ, નરોલી દાદરા અને નગર હવેલી (3) રાજેશ નેમચરણ મુરમુ ઉમર ૨૦, આર એન 12 ડાંગી ફળીયુ, અજયભાઇની ચાલ, નરોલી દાદરા અને નગર હવેલી આ આરોપીઓ સાથે લાલ કલરની મારુતી સુઝુકી કંપનીની સ્વિફટ કાર ડીએન 09-ક્યુ-8566 કિંમત રુપિયા 5,00,000/- તથા ભારતીય બાનાવટની વિદેશી દારુની કુલ્લે બોટલ 119 જેની કિંમત રુપિયા 61,880/- તથા તેમના મોબાઇલ નંગ 3, કિ. 21,500/- મળિને કુલ રુપિયા 5,83,380/- નો મુદ્દામાલ કબજે કરી ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા નશાબંધી સુધારા અધિનિયમ 2017 ની કલમ – 65 (એ) (ઇ), 98 (2), 81 મુજબ આગળની કાર્યવાહી કરી એક ટિમ વર્કમાં સુંદર કામગીરી કરી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મેળવી છે. આ ઉપરાંત એક આરોપી રહે બાટલી બોય સુરતનો લંગા નામક વોંટેડ થયો છે. આમ આ પ્રશંસનિય કામગીરીમા પો.ઇન્સ. એન.એ. દેસાઇ, પો.સ.ઇ. એ.એન.જાની, પો.સ.ઇ. એસ.સી.સંગાડા, એ.એસ.આઇ. પિતામ્બર વ્યંકટ, અ.હે.કો. ખોડૂસિંહ સબળસિંહ, અ.હે.કો. મહેશભાઇ ભિમાભાઇ, અ.પો.કો. ધાનાભાઇ ખિમાભાઇ, અ.પો.કો. અનિરુદ્ધસિંહ પ્રહલ્લાદ્સિંહ અને લોક રક્ષક જયપાલ જોરુભાઇ જોડાયા હતાં અને બાતમીના આધારે કારમા સંતાડી લઇ અવાતો વિદેશી દારુ મુદામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબ્રિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરી હતી... . .
Comments