સચિન પોલિસે ફરી વાર બાતમીના આધારે સંતાડી રાખેલ વિદેશી દારુ ઝડપી પાડ્યો
- Praja Pankh
- Jun 23, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : સચિન પોલીસ મથકને મે. પોલિસ કમિશ્નર અને અન્ય ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ પ્રમાણે પ્રોહિબ્રીશન / જુગારની ડ્રાઇવ ચાલુ હોવાથી પ્રોહી / જુગારના કેસો શોધી કાઢવા બાબતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇના સુચનાઓથી અને માર્ગદર્શનથી પેટ્રોલિંગમા હતા તે દરમિયાન અ.પો.કો. પુજાભાઇ પરબતભાઇ બ.ન.૧૪૨૦ તથા અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.ન. ૧૫૭૦ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે વોંટેડ આરોપીએ સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થો રુબરુ સ્થળ ચેક કરતાં રંગેહાથ ઝડપી પાડેલ છે. ઝડપાયેલા આરોપીનું નામ ગણેશભાઇ રામદાસભાઇ પાટીલ રહે રાજપુત ફળીયુ ખરવાસાગામ તા.ચોર્યાંસી જિલ્લો સુરત મુળ તે મહારષ્ટ્રનો છે. આ આરોપીએ ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ અલગ બ્રાંટની નાની બોટલ નંગ 912 કિંમત રુપિયા 1,14,000/- તથા ટીન બિયર નંગ 192 કિંમત રુપિયા19200/- આમ કુલ રુપિયા 1,33,200 નો મુદ્દામાલ છુપાવી રાખેલ હતો જે બાતમીના આધારે સ્થળ પરથી કબજે કરી આગળની કાર્યવાહી કરી છે. આ મુદ્દામાલ કબજે કરી ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા નશાબંધી સુધારા અધિનિયમ 2019 ની કલમ – 65 (એ) (ઇ), મુજબ આગળની કાર્યવાહી કરી એક ટિમ વર્કમાં સુંદર કામગીરી કરી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મેળવી છે. આમ આ પ્રશંસનિય કામગીરીમા પો.ઇન્સ. એન.એ. દેસાઇ, પો.સ.ઇ. એ.એન.જાની, પો.સ.ઇ. એસ.સી.સંગાડા, અ.હે.કો. હસમુખભાઇ નારણભાઇ, અ.પો.કો. વિપુલસિંહ પ્રભુસિંહ હેરમા, અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઇ, અ.પો.કો. પુજાભાઇ પરબતભાઇ, અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ અને અ.પો.કો. રામભાઇ વાસાભાઇ એ બાતમીના આધારે સંતાડી રાખેલ વિદેશી દારુ મુદામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબ્રિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનિય કામગીરી કરી હતી.
Comments