સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફરી વિદેશી દારૂ ઝડપી પાડયો.....
- Praja Pankh
- May 20, 2021
- 2 min read

પ્રજા પંખ સચિન : મે. સુરત પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝનના અધિકારીઓ દ્વારા આપેલ સૂચનાઓ ના આધારે સુરત શહેરમાં આજકાલ મોટા પાયે વિદેશી દારૂની હેરફેરી થતી હોય તે પ્રોહી. પ્રવૃત્તિ અટકાવવા સારું ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન આધારે સચિન પો.ઇન્સ. એન. એ. દેસાઇ ના માર્ગદર્શન અને સુચનાથી સચીન પો.સ્ટે વિસ્તારમા સર્વેલન્સ સ્ટાફના પી. એસ. આઈ. એ. એન. જાની અને સ્ટાફના કર્મચારી અ.પો. કો. વિજયસિંહ ભગવાનભાઈ ને મળેલ સંયુક્ત બાતમીના આધારે ટીમો બનાવી સચિનમાં સઘન પેટ્રોલીંગ કરતાં હતા અને મળેલ બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથેની ફોર વ્હીલર સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો..આ
વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી નામે પ્રતિકભાઈ પ્રવીણભાઈ પટેલ જે પરિયાગામ જી. વલસાડ નો વતની છે.જેની ઉમર ૨૮ વર્ષ છે જે પોતે ગ્રે કલરની ટોયેટો ફોર વ્હીલ કાર જેનો નંબર એમ.એચ. - ૧૨- કે.એન. - ૦૧૯૩ છે. જેની કિંમત ₹.૧,૩૦,૦૦૦/- જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ની કુલ્લે નાની બોટલ નંગ ૮૯, જેની કિંમત ₹.૨૫,૯૪૦/- તથા એક આરોપીનો મોબાઈલ ₹.૧૦૦૦/- મળીને કુલ્લે ₹.૧,૫૬,૯૪૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ૬૫ (ઇ) (એ), ૯૮(૨), ૮૧ મુજબ
કેસ કરી આગળની કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કારને રોકતા કારમાંથી બીજા આરોપી ફરાર થતાં આ વોન્ટેડ આરોપી કિરીટ રમેશ હળપતિ, પેટ્રોલ પંપ પાસે ભીમપોર, દમણ અને રવિ રાજેશભાઈ પટેલ, ગોડાદરા સુરત શહેરના ઓને વોન્ટેડની જાહેરાત સાથે ઉપર મુજબ ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2019 ની કલમ – 65 (ઇ) (એ)98,(2)81 મુજબનો કેસ કરી આ ગુન્હો ટિમ વર્કથી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી સચિન પોલીસે કરી છે આ ટિમ વર્કમાં નીચે મુજબના સચિન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારી સામેલ હતા. જેમાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. એ. દેસાઇ, પો.સ.ઇ એ. એન. જાની, પો. સ. ઇ. એસ.સી.સંગાડા અને એ. એસ.આઇ. પીતાંબર વ્યંકટ
અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઈ, અ.હે.કો. ખોડુભાઈ સબલસિંહ, અ.હે.કો.હસમુખભાઈ નારણભાઈ અને એલ.આર. ચંદ્રકાંતભાઈ બાબુભાઈ હતા જેઓ દ્વારા ખુબજ પ્રશંસનીય કામગીરી થયેલ છે.
Kommentare