top of page

સચિન પોલીસ દ્વારા - કનકપુર ખાતેનાં છઠ પૂજામાં જનજાગ્રુતી નિમિત્તે. “ગુડ ટચ-બેડ ટચ”નો કાર્યક્રમ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 12, 2021
  • 2 min read

શ્રી રામ નગર તળવ ખાતે આવનાર છઠ વર્તીઓ નાં બાળકો કે બાળકીની સંપૂર્ણ સુરક્ષા માટેની જાણકારી નાં ફ્લેમપ્લેટ પરિવારોમાં વિતરણ કરાયા.

સચિન પ્રજાપંખ : આજકાલ નાની કૂમળીવય ની બાળાઓ ઉપર નરાધમોનાં બળાત્કાર વધી જતાં પોલીસ વિભાગ વધુ સક્રિય થયો છે. તેમાં સચિન વિભાગમાં તો અનેક શાળાઓમાં ગુટ ટચ બેડ ટચ નાં જનજાગૃતિ નાં કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ જ્યાં બહોળી સંખ્યામાં માસ આવતું હોય ત્યાં આવા જન જાગૃતિના કાર્યક્રમો ને વધુ સફળતા પ્રાપ્ત થાય છે. આ બાબતને ધ્યાને લઇ સચિન પોલીસ સ્ટેશન નાં પી એસ આઈ એસ આઈ દેસાઇ તથા પી એસ આઈ હિરેનભાઈ મચ્છર દ્વારા હોમ ગાર્ડ એવા પ્રકાશ મોર્યા ને સમગ્ર કાર્યક્રમ કેમ કરવો જેની વિગતવાર સૂચના આપી જણાવ્યું કે, તારીખ ૧૦ અને ૧૧ બે દિવસ કનકપુર ખાતે વિશેષ છઠ પૂજા મહોત્સવ જેવો પવિત્ર તહેવાર છે તેમની સાથે પરિવાર આવશે જેમને આપના દ્વારા કેમ્પ લગાવી વીડિયો અને જાત માહિતીઓ આપીએ ત્યારે પ્રકાશ મોર્યા દ્વારા બેનરો સાથે સમજૂતી આપવાનું કામ હાથ ધરાયું સાથે કનકપૂર તળાવ પર આવનાર છઠ વર્તીઓ નાં બાળકો કે બાળકીની સંપૂર્ણ સુરક્ષા માટેની જાણકારી નાં ફ્લેમપ્લેટ પણ વિતરણ કરાયા. આ છઠ પૂજાનો મહિમા અનેક ઘણો છે તે સચિન પોલીસ સ્ટેશન દ્વારા “ગુડ ટચ બેડ ટચ” વિશે પણ જાણકારી પણ અપાઈ. વધુમાં સચિન પોલીસ સ્ટેશન નાં પી એસ આઈ એસ આઈ દેસાઇ તથા પી એસ આઈ હિરેનભાઈ મચ્છર એ જણાવ્યું કે, આજે અમારા છઠ પૂજાના બંદોબસ્ત સાથે સમાજ ઉપયોગી કાર્યક્રમ વિશે પણ જનજાગૃતિ નો કાર્યક્રમ કરી રહ્યા છીએ. વધુમાં તેઓએ જણાવ્યું કે, આજે જે બાળકીઓ પર અમાનુષી પ્રહાર થઈ રહ્યા છે જે રોકવા જરૂરી છે. પોલીસ સાથે સમાજે પણ આગળ આવવું પડે, આપણો સમાજ જેમ જેમ વિકસિત થઈ રહ્યો છે, તેની સાથે જ મનુષ્યની અપરાધિક ભાવના પણ વધતી જાય છે. માનવીમાં છેલ્લા યુગમાં ધણા બદલાવ જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક સમય પહેલાં અપરાધિક મગજવાળા લોકો સમાજની વસ્તુઓને નિશાન બનાવતા હતા. પરંતુ હાલના વર્ષોમાં નાના બાળકોને નિશાનો બનાવવા લાગ્યા છે. માનવતા પશુતામાં પરિણમતી જોવા મળી રહી છે. નાના બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. જે પોતાનો યૌન આકર્ષણના કારણે દુરપયોગ કરે છે. કારણે કે તે જાણે છે નાની ઉંમરના બાળકો નબળા તથા નાસમજ હોય છે અને તે બીજા લોકો સાથે ઝડપથી હળી મળી જાય છે. બાળકો ઝડપથી અન્ય પર વિશ્વાસ કરી લે છે. આ રીતે અપરાધી ઘરમાંથી કે પાડોશ કે પછી જાણીતું જ હોય છે. ઘણી વખત બાળકોને સ્કૂલ કર્મચારીની સાથે સ્કૂલ લઈ જનારા ટ્રાન્સપોર્ટના લોકો પણ અપરાધી હોય શકે છે. આ અપરાધ લોકો થી આપણે સજાગ રહેવું જરૂરી છે. બાળકો પ્રતિ વધતા અપરાધનું કારણ બાળકોમાં જાગૃતતાની ઉણપ છે. જે માટે જનજાગૃતિ જરૂરી છે. સાથે માતા-પિતા પોતાના બાળકોના તરફ કર્તવ્યમાં ફકત સારું શિક્ષણ, ખાન-પાન કપડાં, મોટાને માન આપવું અને સારા સંસ્કાર આપવા સુધી જ સિમિત માને છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા તો બાળકોમાં યૌન શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોને ગુટ ટચ બેડ ટચ વિશે પણ જાણકારી આપવી આજે ખુબ જ જરૂરી છે. ઘણીવાર માતા-પિતા પોતાના બાળકોને ગુટ ટચ બેડ ટચ વિશે સમજાવતા સંકોચ અનુભવે છે, જેના કારણે બાળકો યૌન શોષણના શિકાર બની શકે છે. કારણ કે બાળકને તેના વિશે જાણકારી જ હોતી નથી જેથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page