સચિન પારડીમાં પ્રેમ પ્રકરણમાં માસૂમ આયુષની હત્યા થઈ.
- Praja Pankh
- Feb 17, 2022
- 2 min read
ફરાર થયેલ આરોપીને ગણતરીના કલાકોમાં સ્ટેશન પાસેથી ઝડપી પાડતી સચિન પોલીસ....

સચિન પ્રજાપંખ :માસૂમ બાળક નામે આયુષ રામાનુજ ભૂંડ ઉંમર વર્ષ ૧૦ રહે. બહુચર નગર બાપા સીતારામ ની પાછળ પારડી સચિન અને પિતાનું નામ રામાનુજ રામકેવળ ભૂંડ અને માતાનું નામ કંચનબેન, પ્રાપ્ત થતી માહિતી અનુસાર
સચિન ખાતેની જ્ઞાનોદય સ્કૂલ પારડીમાં માસૂમ આયુષ ભણતો હતો, આ ત્રિકોણીય પ્રેમ પ્રકરણનો વિલન સવારના આઠ વાગ્યાના અરસામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા માસૂમ આયુશને આ કામના આરોપી સ્કૂલમાંથી અંદાજે સાડા નવ વાગે કોઈ બહાનાથી લઇ ગયેલ અને તેના માથામાં લોખંડ ના દસ્ત મારી માસૂમ નિર્દોષ આયુષની હત્યા કરી મારી નાખેલની શંકા છે. જેની ડેડબોડી એક ચલીમાંથી મળી આવી છે. આ કામે આરોપીનું નામ શાહબુદ્દીન અન્સારી છે જે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા સાત મહિનાથી આરોપી અન્સારી ફરિયાદી રામાનુજ ના ઘરે જ રહેતો હતો અને તેના ઘરે જ જમતો હતો. છેલ્લા છ માસથી કોઈ કામ ધંધો કરતો ન હતો, અને ફરિયાદીના પત્ની કંચનબેન સાથે આરોપીએ પ્રેમ સંબંધ બાંધી તેને પોતાની સાથે ભાગી જવા માટે દબાણ કરતો રહેતો, પરંતુ કંચનબેન આ બાબતે ના પાડતી હતી અને છેલ્લે આ આરોપીની વાતો તેના પતિને કરતા તેમના પતિ અને આરોપી સાહબુદીન વચ્ચે મોટો ઝઘડો પણ થયેલ તે વખતે કંચન બેનને આરોપીએ ધમકી પણ આપી કે મારા તાબે થઈ જા નહી તો તારા દીકરાને પૂરો કરી દઈશ પરંતુ આયુષની મમ્મી કંચનબેન તેને તાબે નહીં થતાં આરોપીએ આખરે બદલાની ભાવનાથી આ કૃત્ય કર્યું હોય તેવુ હાલના તબક્કે બહાર આવ્યું છે આરોપી ફરાર થઇ ગયો હતો પરંતુ સચિન પોલીસની કુનેહ નજરથી ગણતરીના કલાકોમાં સચિન સ્ટેશન પાસેથી ઝડપી પાડયો છે. તે બિહાર જવાની ફિરાગ માં હતો આ સાથે આગળની તપાસ પી. આઇ. કે.બી.ઝાલાનાં નેતૃત્વમાં સચિન પોલીસ કરી રહી છે જ્યારે શહેરીજનો એ રાહતનો શ્વાસ લઇ આવા નરાધમો ગુન્હેગારોને વહેલી તકે ફાંસી મળે તેવી માંગ કરી રહ્યા છે.
コメント