સચિન પલસાણા રોડ પર હાઈવે ઓથોરિટીનો સપાટો...
- Praja Pankh
- Jan 24, 2023
- 2 min read
સુરત સચિન થી પલસાણા હાઇવે વચ્ચે સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું
પ્રજાપંખ સચિન : સચિન થી પલસાણા જતા આલ્ફા હોટલ પાસે રાધે બોડી બિલ્ડર અને એક ગોડાઉન NHAI- સરકારી રોડ પર આવતાં નોટીસ આપી ને ખાલી ન કરતા આખરે પૂર્ણ દબાણ દૂર કરાયું. ઓથોરિટી દ્વારા જાણવા મળ્યા મુજબ
દબાણ કર્તાઓએ ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને દબાણો કરતા હાઈવે ઓથોરિટીએ અગાઉ દૂર કરવા માટે નોટિસ ફટકારી દીધી હતી. નેશનલ હાઈવે નંબર 53 હજીરા પલસાણા બારડોલી હાઈવે પર આલ્ફા હોટલ પાસે અનમોલ નગર પાસે બિનઅધિકૃત કબજો રાખવામાં આવ્યો હતો, NHAI એ તેમને નોટિસ આપી હટાવવા જણાવેલ અને આમ NHAI ટીમ દ્વારા તેઓને વારંવાર જણાવવામાં આવ્યું હતું છતાં તેઓ NHAI ની જમીન ખાલી કરતા ન હતાં. જેથી માલિકને NHAI ની જમીન
જગ્યા પર અતિક્રમણ બાબતે નોટીસ આપી સાત દિવસ બાદ આજે કાર્યવાહી કરી હાઈવે ટીમે ડીમોલીશન કર્યું હતું, NHAI
ની જગ્યા પર રાધે બોડી બિલ્ડર જેના માલિક હરીશ ભાઈ છે તેઓ વારંવાર ખાલી કરીશું એવું કહેતા રહેતાં પરંતુ ખાલી નહિ કરતાં તેને દૂર કરવામાં આવ્યો, તેની પાસે તેનું ગોડાઉન હતું, તેને પણ દૂર કરવામાં આવ્યું અને હવે વધુ ત્રણ-ચાર દબાણ કર્તા ને નોટિસ આપવામાં આવી છે, તેમની સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. આમ આપેલી મુદ્દત પૂરી થતાં હાઈવે ઓથોરિટીએ દબાણો દૂર કરવા માટે સપાટો બોલાવતાં બોડી બિલ્ડર જીમ અને ગોડાઉન પર બુલડોઝર અને ક્રેઇન ફરી વળ્યું હતું. ઓથોરિટી નાં જણાવ્યા મુજબ ખાસ કરીને હાઈવે ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મંજુરી વિના રોડ પર તાણેલ આવા દબાણો પર ક્યારેક જીવના જોખમે અકસ્માત થતો હોય છે. જે માટે હાઈવે ઓથોરિટી દ્વારા સંચાલક ને અગાઉ દબાણ બાબતે નોટિસો ફટકારી હતી. જેમાં દબાણોના પ્રશ્નો બતાવીને દૂર કરવા માટે મુદ્દત આપી હતી. સમગ્ર કામગીરી હાઇવે ઓથોરિટી નાં હાઇવે સેફ્ટી મેનેજર સંજય ચૌધરીના માર્ગદર્શન માં કામગીરી પાર પાડવામાં આવી છે.
Comments