સચિન નાં હોમગાર્ડ જવાન પ્રકાશ મોર્યા મુખ્ય મંત્રી ચંદ્રક મેળવશે....
- Praja Pankh
- Jan 21, 2023
- 1 min read

પ્રજાપંખ સચિન:- ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ પ્રજાસત્તાક દિને
હોમગાર્ડઝ (બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૪ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રક દ્વારા સન્માન થશે જેમાં સચિન નાં નીડર કર્મઠ સેવાકીય પ્રવૃતિઓ માં હંમેશા આગળ રહેનારા પર્યાવરણ પ્રેમી એવા સુરત શહેર હોમ ગાર્ડ માં ૧૭ વર્ષથી સેવા બજાવતાં મૂળ યુ.પી. નાં એવા શ્રી પ્રકાશ મોર્યાનું પણ માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ હસ્તે બેસ્ટ કામગીરી બદલ મુખ્ય મંત્રી ચંદ્રક એનાયત થશે. પ્રકાશ મોર્યા એ હંમેશા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન ને ફોલો કરી એકધારી ૧૭ વર્ષ સુધી વિના લાંછને તેમની નોકરીમાં મળેલ તમામ ડ્યુટી પૂર્ણ રીતે સરહાના રૂપે બજાવી ડિપાર્ટમેન્ટ માટે એક ઉચ્ચ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ દ્વારા અનેક ઘરોમાં ગુમ થયેલ બાળકો કે વરિષ્ઠ માતા પિતા ઓ ને પરિવારથી મેળવ્યા છે. સાથે સાથે અનેક સ્કૂલોમાં બાળકોને સૈનિક ની તથા સ્વરક્ષણ ની તાલીમો આપે છે તથા ખાસ સચિનનાં પોલીસ ઇન્સ્પેકટર આર આર દેસાઇનાં માર્ગદર્શનમાં અને પી એસ આઈ એસ.સી. સંગાડા જી નાં નિર્દેશનમાં સી ટીમ સાથે ગુડ ટચ બેડ ટચ નાં બેટી બચાવો બેટી પઢાઓ તથા પર્યાવરણ બચાવ તથા વૃક્ષા રોપણ વિષયે પણ કાર્યક્રમો દ્વારા સારી એવી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત તેઓ રોટરી કો.કોર્પ્સ કલબ જેવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપતા રહે છે. તેઓ વીર ભગતસિંહ નાં ચહિતા છે. તેઓની ખેવના છે કે દેશ માટે કઈ સારા કાર્ય કરી ને માતા પિતા સાથે ગુજરાત અને દેશનું સારું નામ કરીએ.
મુખ્ય મંત્રી ચંદ્રક માટે
ડાયરેકટર ગુજરાત રાજ્ય
ગાંધીનગર જનરલ, સિવિલ ડીફેન્સ નિયંત્રણ હેઠળના
હોમગાર્ડઝ બોર્ડરવીંગ. .
હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળનાં અધિકારીઓની પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ સમગ્ર ગુજરાત માંથી આ ૪૪ નામ સિલેક્ટ થયા છે.
Comentários