top of page

સચિન નોટિફાઇડ ઓફિસ દ્વારા શ્રમજીવીઑ ને કોરોના સેફ્ટી માસ્ક વિતરણ કરાયા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 24, 2021
  • 1 min read

સચિન : સચિન જી આઈ ડી સી એટલે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક વિકાસ નિગમ કહેવાય છે. આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન છે જે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના નામથી પણ આપણે જાણીએ છીએ. આ જી આઈ ડી સી ઉધોગને પ્રોત્સાહન અને વિવિધ સુવિધાઓ આપવા માટે હમેશા કાર્યરત રહે છે. તેજ રીતે એમના કર્મચારીઓ, શ્રમજીવીઓ પણ સ્વસ્થ રહે જેની કાળજી પણ તેઓ કરે છે જેથી હાલની પરિસ્થિતિમાં કોરોના વધુ ફેલાતા આજે સચિન નોટિફાઇડ ઓફિસના અધિકારી ડી એમ પટેલ ના માર્ગદર્શનમા જી‌.આઈ.ડી.સી.માં શ્રમજીવી વર્ગ અને ઓફિસ વર્ગ તેમજ રાહતદારીઑ કે જે માસ્ક પહેર્યા વિના પસાર થતાં રહે તે તમામને કોરોના વિશેની સમજણ આપીને તમામને માસ્ક વિતરણ કર્યું છે એવું પ્રવિણસિંહ ગઢવીએ જણાવ્યુ છે. આમ આજે કોરોના જાગૃતિ સાથે મજુરવગૅના લોકો ને વિના મૂલ્યે માસ્ક વિતરણ કરીને સચિન નોટિફાઇડ ઓફિસના અધિકારી ડી એમ પટેલ અને નોટિફાઇડ ઓફિસ પરિવારે ઉમદા સેવાની પ્રવૃત્તિ કરી છે.


 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page