સચિન ની અનેક શાળાઓમાં કોરોનાની કો-વેક્સિન આપવાની શરુઆત થઈ.
- Praja Pankh
- Jan 3, 2022
- 2 min read
સૂરત મહાનગર પાલિકા દ્વારા કનકપુર કનસાડ સચિન પાલી તલંગપોર ની શાળા મા ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો નુ કો-વેક્સિન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા સ્થાનિક કોર્પોરેટર હસમુખભાઇ શંકરભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિ અને ચિરાગસિંહ હરિશસિંહ સોલંકી સદસ્ય ટીપી સમિતિ ની વિશેષ હાજરી રહી હતી..
સચિન પ્રજા પંખ દ્વારા : ભારતના 15થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર-કિશોરીઓ આજથી (સોમવારથી) કોરોનાની કો-વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. સચિન કનકપુર ખાતે મુખ્ય મુખ્ય 04 સ્કૂલોમાં રસીકેન્દ્રો બનાવાયા છે. શાળાઓએ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો પણ નોંધણી કરાવી ના શક્યા હોય, તો તેઓ ઓન ધ સ્પોટ નોંધણી કરાવીને પણ રસી લઈ શકશે. આ માટે સ્કૂલનું આઈ કાર્ડ કે આધાર કાર્ડ માન્ય ગણાશે. બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો રહેશે. સચિન ખાતે સૂરત મહાનગર પાલિકા દ્વારા કનકપુર કનસાડ સચિન પાલી તલંગપોર ની શાળા મા ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો નુ કો-વેક્સિન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા સ્થાનિક કોર્પોરેટર હસમુખભાઇ શંકરભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિ અને ચિરાગસિંહ હરિશસિંહ સોલંકી સદસ્ય ટીપી સમિતિ ની વિશેષ હાજરી રહી હતી, કનકપુરની સરસ્વતી સ્કૂલ ૫૫૦, તલંગપુર રોડની ગજેરા સ્કૂલ ૬૬, પાલીની બ્રાઇટ સ્ટાર સ્કૂલ ૫૫, તથા ડાયમંડ ની પાર્ક પબ્લીક સ્કૂલ ૧૮૧, આમ ટોટલ ૮૫૨ બાળકો ને પ્રથમ દિવસે વેક્સિન લગાવામાં આવી છે હજી બે દિવસ આ કાર્યક્રમ ચાલશે. શાળાઓની મુલાકાત દરમિયાન બાળકો પણ આ રસી લઈને બહૂ ખુશ દેખાતા હતાં, આજના કાર્યક્રમને સફળ બનાવવા ડો. અક્ષય ચૌધરી, સેનેટરી ઇન્સ્પેકટર પ્રતિક ચૌહાણ, સિસ્ટર મારીયા શેખ, શ્રધ્ધા પટેલ અને ઓપરેટર પિંકેશ પટેલે બહુ જહેમત ઉઠાવી હતી. આ બાબતે સરસ્વતી સ્કુલના પ્રિન્સીપાલ હર્ષદભાઇ એ પણ કહ્યુ કે, અમે ગત રોજ થી પુર્ણ તયારી કરી લીધી હતી અને બાળકો પણ ખુશ છે. એક પણ કિશોરમાં આડઅસર જોવા નથી મળી. બાળકો રસી લેવા ખુશીથી તૈયાર થઈ ગયા છે. આ તબક્કે ડો. અક્ષય ચૌધરીએ કહ્યું કે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15-18 વર્ષની વયનાં બાળકોને માત્ર ભારત બાયોટેકની કો-વેક્સિન જ લગાવાશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે બાળકોની કો-વેક્સિનનું બુકિંગ કોવિન (Co-WIN) પ્લેટફોર્મ દ્વારા થાય છે. બાળકો પોતાના પેરન્ટ્સના કોવિન એકાઉન્ટનો ઉપયોગ કરીને વેક્સિન માટે સ્લોટ બુક કરી શકે છે.
Kommentare