top of page

સચિન નગરની નવા વર્ષે સિનિયર સીટીઝન કલબની સામાન્ય સભા મળી....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 28, 2023
  • 2 min read

કનકપુર સચિન નાં રોજના ૨૦૦ નિરાધાર ને ભોજન આપવાની વ્યવસ્થા ની ચર્ચા...

સચીન પ્રજાપંખ :- સચિન નગર ખાતે આવેલ સિનિયર સીટીઝન વેલ્ફર ટ્રસ્ટ ગ્રુપ સચિન વિભાગની સામાન્ય સભા સચિન નવસારી રોડ પર આવેલ મગનભાઇ ડેન્સાવાળાના પ્રાંગણમાં પ્રમુખ બહાદુરસિંહ સોલંકીના પ્રમુખ સ્થાને મળી હતી. સોલંકી નાં જણાવ્યા મુજબ આ સભામાં કલબની કામગીરી અને ૭૫  વર્ષીય વરીષ્ઠોનું માર્ચમાં જાહેર સન્માન ની ચર્ચા થઈ સાથે જાન્યુઆરી થી ફેબ્રુઆરી નાં સદસ્યોના જન્મોત્સવની ઉજવણી મુખ્ય મહેમાન સચિન પી આઇ શ્રી આર.આર. દેસાઇ જી નાં સાનિધ્યમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત સચિન વિભાગના આજુ બાજુ ગામોમાથી જોડાયેલા અને નવા જોડાયેલા સહુ સિનિયર સિટીઝન કલબના સદસ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી સંબધિત ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે પધારેલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.આર.દેસાઇ  અને પી એસ આઈ હિરેનભાઈ મચ્છરજીનું તથા એલ આઇ બી નાં નીતિનભાઈ વાઘેલા નું પ્રમુખ બહાદુરસિંહ સોલંકી, મગણભાઈ ડેન્સાવાળાઅને મનુભાઈ રાઠોડ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને પી આઇ શ્રી હસ્તે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પી આઇ શ્રી દેસાઇ સાહેબ દ્વારા સિનિયર સિટીઝન માટે કમિશ્નર  શ્રી અજય તોમર સાહેબ નાં વિચાર વરિષ્ઠો પાસે મૂક્યા હતાં અને વરિષ્ઠો ને પોલીસ કઈ કઈ મદદ કરી શકે છે તેની વિસ્તારથી ચર્ચા કરી સમાજ આપી હતી, સાથે કહ્યું કે, જ્યાં પણ અમારી જરૂર હશે અમને બોલાવો  અથવા આપ સચીન પોલીસ સ્ટેશન આવી શકો છો જણાવ્યું, આજના કાર્યક્રમમાં પ્રથમ પ્રવાસ કમિટી અધ્યક્ષ રમણભાઈ પટેલ અને મિત્રો દ્વારા દ્વારા દત્ત બાવની પ્રાર્થના રજુ કરી હતી. બાદમાં કલબના દિવંગત સભ્યો માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, સાથે હવે ટ્રસ્ટ કલબની દર ત્રણ મહિને એક સભા યોજવી, રોજ ૨૦૦ નિરાધાર વ્યક્તિઓને એક ટાઈમ ભોજન આપવાનો વિચાર, સાથે નાના મોટા અને વિદેશ પ્રવાસ કાર્યક્રમોની ચર્ચા કરાઇ, નવા સદસ્યો નો આવકાર થયો, વિશેષ નવા આ વર્ષના પદાધિકારી, કારોબારી સદસ્યોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સહ મંત્રી ઈશ્વર ભંડારી એ અજેન્ડા પ્રમાણેના કાર્યક્રમનું ગત વર્ષનું અને આ વર્ષનું વાંચન કર્યું હતું. સહમંત્રીનું નિવેદન બાદ ઈશ્વરભાઇ પટેલએ ગતવર્ષનો હિસાબ આપ્યો હતો. મંત્રી મગનભાઇ ડેંસાવાળા દ્વારા કલબ ટ્રસ્ટ દ્વારા હજી બીજા ક્યા ક્યાં કાર્યો કરી શકીએ તેની ચર્ચા તથા દરેક સદસ્ય માટે નવા કેલેન્ડર છાપવાની વાત કરી જેને તાળીઓના ગડગાળાટથી વધાવી લેવામાં આવી. કલબની કારોબારી સભા ની રચના અંગે પણ ચર્ચો થઈ સાથે સાથે કલબના ડાયરેક્ટર પ્રકાશ ભાવસાર દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં કલબની થઈ રહેલી વિશેષ પ્રવૃતિઓની વાત કરી હતી અંતે આભાર વિધિ મગનભાઈ ડેન્સાવાળા એ કરી હતી.  

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page