top of page

સચિન જી.આઈ.ડી.સી.માં ગુજરાત સરકાર દ્વારા કોવીડ વેક્સિન મહા-અભિયાન

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 17, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસે કોવિડ વેક્સિન મહા અભિયાન રેકોર્ડ બ્રેક રસીકરણ ઝુંબેશ મા Covishield વેક્સિન નો પહેલો અને બીજો ડોઝનુ રસીકરણ *સચીન જી.આઇ.ડી.સી રોટરી હોસ્પિટલ* ખાતે ઉદ્યોગકારો, આમ જનતા તથા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ, કેમિકલ, એન્જિનિયરિંગ તથા વિવિંગ ઉદ્યોગના તમામ કામદારોનું જેઓનુ વેક્સિન લેવાની બાકી હતી તેવા બધાને જ મૂકી આપવામાં આવી રહી હતી. અહી સીધું

સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું, ગત રોજ

સાંજે 7:00 વાગ્યા સુધીમાં 1725 ડોઝ મુકાઈ ગયા હતા તથા રાત્રે 10:00 વાગ્યા સુધી લગભગ 2500 ડોઝ મુકાઇ જશે.

આ ભગીરથ કાર્યમાં રોટરી હોસ્પિટલના આગેવાન સુદીપ પટવા, સંજય જૈન, પંકજ ટીંબડીયા, નીરલ અકબરી, કેતન ગંગાજલિયા તથા સચિનના ઉદ્યોગકારો એવા અતુલ બાબરીયા, નીરવ બોડીવાલા, ભાવેશ ગોંડલિયા,પાર્થ લીમ્બાચીયા, ભરત માલવિયા, હિરેન લાખાણી, પરેશ નાગાણી, રવજી આસોદરીયા, નિલમાધવ સાહુ ખડે પગે સેવામા છે તથા સુરત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના સંચાલક એવા શ્રી વિજય મોરી નો સ્ટાફ વેક્સિનેશન મૂકવામાં મદદ કરી રહ્યા છે એવું માજી પ્રમુખ નિલેશ એમ ગામી અને માજી સેક્રેટરી મયુર જે ગોળવાલાએ જણાવ્યું....

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page