top of page

સચીન જીઆઈડીસી મા રોટરી હોસ્પિટલ ખાતે નું વેક્સિન સેન્ટર રેગ્યુલર ચલાવવા બાબતે.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 1, 2021
  • 1 min read



સચિન પ્રજાપંખ: હાલમાં વેક્સિન બહુ જરૂરી હોવાથી અનેક કેન્દ્રો પર લાંબી કતારો જોઈ શકાય છે, તેજ રીતે સચિન જી આઇ ડી સી ખાતે ના રોટરી હોસ્પિટલ ખાતે પણ લાઈનો છે પણ વેક્સિન નથી જેથી માજી સેક્રેટરી મયુર ગોળવાલાએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, સુડા ભવન, સુરતને એક પત્ર લખી જણાવ્યું કે,

વડાપ્રધાનશ્રી ની જાહેરાત મુજબ રોટરી હોસ્પિટલ ખાતે તારીખ 21 જૂન 2021 થી *કોવિડ વેક્સિન મહા-અભિયાન* શરૂ કરેલ. જેના અનુસંધાનમાં જિલ્લા પંચાયતના સહયોગથી સતત છ દિવસ 1200 જેટલા કામદારોને વેક્સિન મૂકવામાં આવી. પરંતુ છેલ્લા ચાર દિવસથી જીલ્લા પંચાયત પાસે વેક્સિન નો જથ્થો ઉપલબ્ધ ન હોય સેન્ટર ઉપર વેક્સિન આપી રહ્યા નથી. જેના કારણે પરિસ્થિતિ એવી બની છે કે, રોજેરોજ સવારે 6:00 વાગ્યા થી રોટરી હોસ્પિટલ ખાતે કામદારો પોતાનું કામ છોડી વેક્સિન લેવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે અને આખરે નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. કામદારોનો વેક્સિન લેવા માટેનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે. કોરોના ની ત્રીજી લહેરથી બચવા કામદારોએ વેક્સિન મુકાવવી પણ જરૂરી છે. જે હકીકતે જીઆઇડીસી માં કામ કરતા 300000 કામદારો માટે રોટરી હોસ્પિટલ ખાતે રેગ્યુલર વેક્સિન મળે તે મુજબની ગોઠવણ કરવા વિનંતી છે. જેથી કરી કામદારોને સમયસર વેક્સિન આપી શકાય. રોટરી હોસ્પિટલ ખાતે 1 એપ્રિલ 2021 થી આજરોજ સુધી કામદારો તથા ઉદ્યોગકારો મળી લગભગ 4500 લાભાર્થીઓએ વેક્સિન મુકાવવાનો લાભ લીધો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page