સચિન ઇન્ડસ્ટ્રીઝ કો.ઓ.સોસાયટીના પ્રમુખ તરીકે નિલેશ લિંબાસિયા અને સેક્રેટરી મયુર ગોલવલાની પસંદગી થઈ
- Praja Pankh
- Jul 26, 2023
- 1 min read

સચિન જીઆઈડીસીનું સંચાલન કરતી સચિન ઇન્ડસ્ટ્રીઝ કો. ઓ.સોસાયટી ની ગત શનિવારે ચુંટણી થઈ રવિવારે પરિણામ આવતાં પરિવર્તન પેનલના સદસ્યો જીતી ગયા હતા જ્યારે સામે પક્ષે એક સીટ આવી હતી, આ ચૂંટણી ભારે રસાકસીવાળી હતી. સચિન જીઆઈડીસીમાં ચૂંટણીનો ભારે માહોલ જામ્યો હતો અને સહુ પોતપોતાના વિચારો ચારે કોર રજૂ કરતાં હતાં. છતાં આખરે મતપેટીમાં અનેકનું ભાવિ બંધ થઈ જાય છે. જો કે પરિવર્તન પેનલે પોતાનું વચન પ્રમાણિક અને પારદર્શક વહીવટ આપવાની કરી હતી. જેથી એક નવી શરૂઆત ઉદ્યોગકારોએ કરી છે. અને પરિવર્તન પેનલને વિજય બનાવી છે.
જે બાબતની આજે બેઠક મળી હતી જેમાં પ્રમુખ તરીકે નિલેશભાઈ પી. લિંબાસિયા ની વરણી કરાઈ છે સાથે ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ એમ.ગામી ને પસંદ કરાયા છે. સેક્રેટરી તરીકે હંમેશની જેમ મયુર ગોળવાલા પોતાની ફરજ બજાવશે, સાથે ખજાનચી તરીકે કેયુરભાઈ એન. પટેલની વરણી કરાઈ આમ આજે સર્વાનુમતે દરખાસ્તો મૂકી ટેકો આપી પદો ની નિમણુક કરી ઠરાવ કરી સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓપરેટીવ સોસાયટીનો હવાલો હવે આ પરિવર્તન પેનલ કરશે. અહી 17 ડિરેક્ટરો હોય છે. એવું સેક્રેટરી મયુર ગોળવાલાએ જણાવ્યું
Comments