top of page

સચીન જી.આઇ.ડી.સી પો.સ્ટેના મોટર સાયકલ ચોરીના આરોપીઓને પકડી પાડતી સુરત શહેર સચીન પોલીસ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 25, 2021
  • 1 min read



સચિન પ્રજા પંખ દ્વારા : મે,પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩, તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝનનાઓએ વાહન ચોરીના અનડીટેક્ટ ગુના શોધવા તથા વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી સચિન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં-૧૫૭૦ તથા અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં-૧૪૧૬ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે તેમજ ઇ.પોકેટ કોપની મદદથી આરોપીઓને ચોરીની બ્લેક કલરની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લેસ મોટર સાયકલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી સચિન પોલીસે કરી છે. ચોરીની ગાડી સાથે સચિન પોલીસે ઝડપી પાડેલા આરોપીઓના નામ આ મુજબ છે (૧) સોનુ S/O પ્રેમબાબુ ભાલસે ઉવ-૨૧ ધંધો-નોકરી રહેવાસી-બિલ્ડીંગ નં-સી/૯૦૨ સુમનશક્તિ આવાસ ભેસ્તાન સુરત શહેર (૨) રણજીતકુમાર S/O સુરેશભાઇ પાંડે ઉવ-૧૯ ધંધો-મજુરી રહેવાસી-મહત્માગાંધી નગર રફીકભાઇની ચાલમાં પારડી કણંદે સચીન સુરત શહેર આ પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં સી આર પી સી CRPC કલમ-૪૧(૧)ડી મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત જાણીએ તો

સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન "એ"પાર્ટ ગુ.રજી નં- ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ છે. કબ્જે લીધેલ ચોરીના મુદામાલની વિગતમાં ઉપર મુજબ

બ્લેક કલરની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લેસ મોટર સાયકલ જેનો રજીસ્ટેશન નંબર GJ-05-LR-4238 નો છે. જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- છે . આ સફળ

કામગીરીમાં ખૂદ (૧) પોલીસ ઇન્સ્પેકટર કે.બી.ઝાલા (૨) પો.સ.ઇ એચ. જે. મચ્છર (૩) એ.એસ.આઇ પિતામ્બર વ્યકંટ બ.નં-૨૫૫૩ (૪) અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં-૧૫૭૦ (૫) અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં.૧૬૬૦ (૬) અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં-૧૪૧૬ (૭) અ.પો.કો અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ બ.નં-૧૪૧૯ (૮) અ.પો.કો રામભાઇ વાસાભાઇ બ.નં-૧૪૧૩ જેવા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામેલ હતાં અને ઇ-પોકેટ કોપની મદદથી સચીન જી.આઇ.ડી.સી પો.સ્ટેના મોટર સાયકલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાના આરોપીઓને ઝડપી પાડી સુરત શહેર સચીન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page