top of page

સચિન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 'યોગ ફોર હયુમિનિટી ’ની થીમ સાથે સ્થાનિકો ઉજવણી કરશે

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 16, 2022
  • 1 min read

અનેક એન.જી. ઓ. તથા સર્વ સિટીઝન કલબમાં સદસ્યો જોડાશે, દરેક સોસાયટી પોતાના કોમન પ્લોટમાં કે ગાર્ડનમાં, હોલમાં યોગા કરશે.




પ્રજાપંખ સચિન :

આગામી તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરત સહિત આપણે સહુ જનભાગીદારીથી યોગ દિવસની ઉજવણી કરીશું. એવું આજે કનકપુર ખાતે મળેલ યોગદિવસની પૂર્વ તૈયારી બાબત ની બેઠક માં સાઉથ ઝોન - બી(કનકપુર)ના આસી.મ્યુ.કમિશ્નરશ્રી પી.આર.પ્રસાદ સાહેબે જણાવ્યું, એમણે કહ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વર્ષની યોગ દિવસની થીમ "માનવતા માટે યોગ (Yoga for Humanity)" નક્કી કરવામાં આવ્યું છે. આજની મિટિંગમાં મહાનગર પાલિકાના અધિકારી ગણ તેમજ વોર્ડ- ૩૦ નાં નગર સેવકો હસમુખભાઈ નાયકા, ચિરાગ સિંહ સોલંકી અને રીનાદેવી રાજપૂત તથા એન. જી. ઓ. નાં પ્રમુખો જેમાં ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ નાં અજિતસિંહ રાજપૂત, ઓરિસ્સા સમાજના ભગીરથ ભાઈ બેહરા, ગોપી લેંકા, રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિનના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્ર મંડળનાતથા સિનિયર સિટીઝન કલબ પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રકાશ ભાવસાર ઉપસ્થિત હતાં. સચિન વિભાગમાં યોગ દિવસની પુર્વ તૈયારીરૂપે આ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં હજાર તમામ મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા. છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. મહાનગરપાલિકાનાં દરેક વોર્ડ-૩૦ ની શાળાઓ, આરોગ્ય કેન્દ્ર, સચિન અને જીઆઇડીસી પોલીસ સ્ટેશનો, સેન્ટ્રલ જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ સચિનની જનભાગીદારી સાથે સચિન કોમ્યુનિટી હોલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. કૉમ્યુનિટી હોલ,સચીનની સાથે-સાથે કનકપુર ગાર્ડન અને યોગ ધ્યાન કેન્દ્ર અને જગન્નાથ મંદિર ખાતે આઝાદીનો અમ્રુત મહોત્સવનાં ભાગ રૂપે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ

છે. 21 જૂન, 2022ના રોજ સવારે 06:00 કલાકે આયોજીત "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ના કાર્યક્રમમાં જોડાઈને જનભાગીદારી થકી આ વખતના કાર્યક્રમની થીમ "માનવતા માટે યોગ" ‘યોગ ફોર હયુમિનિટી ’ની થીમ સાથે ઉજવણી કરવામાં આવશે જણાવ્યું હતું.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page