સચિન ખાતે મહારાષ્ટ્રીય મહિલા મંડળ દ્વારા હલ્દી-કુંકુ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
પ્રજાપંખ: સચિન કનકપુરમાં આવેલ મહારાષ્ટ્રીય મહિલા મંડળ દ્વારા હલ્દી-કુંકુ નો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. અંગ્રેજી મહિનો બેસતા જ બ્રહ્માંડમાં ધરતીને સાચવતો સૂર્ય જ્યારે મકર રાશી તરફ પ્રયાણ કરે છે તે સમયે ને મકર સંક્રાંતિ કહે છે. આ મકર સંક્રાંતિ પર્વ બાદ મહારાષ્ટ્રમાં હલ્દી કુંકુ પર્વનું મહત્વ આધ્યાત્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે છે જે માટે ખાસ સુહાસીનો બહેનોનો આ કાર્યક્રમ યોજાય છે. અહીના આ મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગણપતિ મંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં પધારેલ સમગ્ર મહિલાઓને એકબીજાને હલ્દી-કંકુ થકી સુખી દાંપત્ય જીવન અને સૌભાગ્યવતી રહેવાની શુભેચ્છા પાઠવી મોં મીઠું કરાવી નાની ભેટ (વાન) અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ માટેના મહિલા જાગૃતિ અને સંગઠનની આ રીતે સ્થાપના કરાઇ છે. દરેકના સુહાગ અને પરિવાર હમેશા ખુશ રહે તંદુરસ્ત રહે ની પ્રાર્થના આ કાર્યક્રમમા કરે છે. ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન જે કોઈ નાના મોટા ઝગડાઓ થઈ ગયા હોય તો તેની પણ માફી માંગી ગળે લાગી આપસમાં થયેલ મનમૂટાવ દૂર કરે છે અને હર્ષ ઉલ્લાસથી આ હલ્દી કુંકુ નો કાર્યક્રમ ઉજવાય છે. હાલમાં કેટલાય વર્ષો બાદ શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ ના એક મહિલા મંડળની સ્થાપના કરવાની જોગવાઈ ચાલી રહી હતી તે દરમિયાન આ વર્ષે મંડળના પ્રમુખ લક્ષ્મણભાઈ પાટિલ અને અન્ય પદાધિકારીઓએ નીચે મુજબની એક મહિલા મંડળની ટીમનું ગઠન કર્યું છે. સચિન કનકપુરના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના પરિસરમાં વિશાળ સંખ્યામાં બહેનોને સંબોધન કરતાં પ્રમુખ લક્ષ્મણ પાટિલે કહ્યું કે, અહી યાદ રહે કે 1996 માં શ્રી મહારાષ્ટ્રિયન મિત્ર મંડળની સ્થાપના પ્રકાશ ભાવસારે કરી હતી અને આજે યોગાનુયોગ મહિલા મંડળના પ્રથમ પ્રમુખ પણ એમના ધર્મ પત્ની પૂનમ ભાવસાર જ બન્યા છે. જેમની ટિમ નીચે મુજબ છે. મહિલા પ્રમુખ -1, પૂનમબેન પ્રકાશભાઇ ભાવસાર, 2, પ્રોજેક્ટ ડાયરેક્ટર - સુમનબેન સંજયભાઈ માને 3, ઉપપ્રમુખ - સંગીતાબેન લક્ષ્મણભાઇ ઘોડે, 4, મહામંત્રી - રેખાબેન લક્ષ્મણભાઇ પાટીલ, 5, સહમંત્રી - કલાવતી તાઈ વાણી, 6, ખજાનચી – નીતાતાઇ રાકેશભાઇ પાટિલ,7, સહ-ખજાનચી - સુનીતા તુષારભાઇ ઘાડગે, 6, કારોબારી સભ્ય –માં 1, સંગીતાતા સંજય ભાઈ જોશી, 2, માયાતાઇ અશોકભાઇ મોરે, 3, યોગીતાતાઇ ભટુ ભાઈ પાટીલ,4, સરલા તાઇ રમણભાઇ પટેલ,5, શિખાબેન જયેશભાઇ બડગુજર નો સમાવેશ કરાયો છે આ પ્રસંગે સ્થાપક પ્રમુખ પ્રકાશ ભાવસાર, માજી પ્રમુખ સંજય માને, ચંદ્ર્કાંત દેવરે તેમજ અન્ય પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે પાંડેસરા મહિલા ટ્રસ્ટ મંડળ પ્રમુખ ભારતીબેન પવાર અને યુવા સમાજ સેવી અંજલિ મોરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચનો કરી કાર્યક્રમને સફળતા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સૂત્ર સંચાલન નીતા મયુર ભાવસારે કર્યું હતું.



Comments