top of page

સચિન ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયાં

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 30, 2021
  • 2 min read

સચિન પ્રજાપંખ : આજે સચિન પબ્લિક સ્કુલ ખાતે કોરોના વોરિયર્સ ને બિજેપી યુવા મોરચા દ્વારા સન્માનિત કરાયાં હતાં જેમા સ્થાનિક ભાજપાના કર્મઠ અને સેવાભાવી યુવા કાર્યકર્તા નિરવ દેસાઇએ પધારેલ સહુ મહેમાનોને આવકાર આપી સહુનો પરીચય આપ્યો હતો. કાર્યક્રમની શરુઆતમાં કોરોના વિશે અને આજના કાર્યક્રમ વિશે ડો, વિરેંદ્ર મહીડા અને સામાજિક કાર્યકર્તા પ્રકાશ ભાવસારે જણાવ્યું કે, કોરોના મહામારીનો ઇતિહાસ અને કોરોના મહામારીને ડામવા માટે આ૫ણી પાસે હવે વેકસિનનું અસ્ત્ર ઉ૫લબ્ઘ છે. આ૫ણે લોકોને વેકસિન લેવા માટે જાગૃત કરવા જોઇએ તથા આજે પધારેલ આરોગ્ય કર્મચારી, પોલિસ કર્મી, સફાઇ કર્મચારી, રેવન્યુ કર્મચારી અને દૈનિક જીવન સાથે સંકળાયેલ ચીજવસ્તુઓ ઉ૫લબ્ઘ કરાવવા વાળા લોકોને કે જેમના કારણે આ૫ણે આજે પોતાના ઘરોમાં સ્વસ્થ અને સુરક્ષિત છીએ, કોરોના કાળ દરમિયાન આ લોકો એ નિસ્વાર્થ સેવા દ્વારા અનેક લોકોના જીવ બચાવી મદદ કરી છે, જે કારણે આજે એ સહુ ને પધારેલ મહેમાનો હસ્તે કોરોના વેરિયર્સ તરીકે ભાજપા યુવા મોરચા દ્વારા હ્રદયથી આભાર માની પ્રમાણપત્ર આપી નવાજ્યા હતાં. આજના કાર્યક્રમમાં દિપિકાબેન કિરિટભાઇ ભાવસાર, ગુજરાત પ્રદેશ આમંત્રીત સદસ્ય, વિવેક્ભાઇ પટેલ મહામંત્રી સુરત મહાનગર મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા સાથે ભિખુભાઇ પટેલ મંત્રી સુરત મહાનગર પાલિકા, હસમુખભાઇ નાયકા ચેરમેનશ્રી કાયદા સમિતિ મનપા, ચિરાગસિંહ સોલંકી સદસ્યશ્રી ટીપી સમિતિ મનપા, રીનાબેન રાજપૂત સદસ્યશ્રી પાણી સમિતિ મનપા, દિપક્ભાઇ ચૌધરી પ્રમુખશ્રી વોર્ડ-૩૦, મોહનભાઇ પટેલ મહામંત્રીશ્રી વોર્ડ-30, અજિતસિંહ રાજપૂત પ્રમુખશ્રી ગુજરાત ઉત્તરભારતીય સેવા સંઘ સુરત, જી આઇ ડી સી પ્રમુખ મહેંદ્ર રામોલિયા અને સચિન પી એસ આઇ એસ. સી .સંગાડા તથા રાજુભાઇ પટેલ ઉમ્ંર, જીવન ભડીયાદરા, સુખરામ ચૌધરી સચિન પબ્લિક સ્કૂલ ટ્રસ્ટી અને આર સી સી પ્રમુખની ઉપસ્થિતી રહી હતી. આજના કાર્યક્રમમાં સ્થાનિક સંસ્થાઓને પણ આવરી લેવામા આવી હતી દાખલા તરીકે આર એસ એસ, વી એચ પી, માનવ પર્યાવરણ, માનવ સેવા ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મિત્ર મંડળ, લોક વિકાસ સેવા ટ્ર્સ્ટ, આર.સી.સી, ગોકુલ ધામ યુવા મંડળ, જળકુવા સ્મશાન ભુમી, હિંદુ યુવા સંગઠન, યોગાનંદ સરસ્વતી તલંગપુર તથા અનેક બિજી સામાજીક સંસ્થાઓ અને હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્ર, પોલિસ સ્ટાફ, પ્રાથમિક શાળા અને ખાસ સફાઇ કામદાર વર્ગનું આ તબક્કે બહુમાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને અંતે આભારવિધી ભાજપના યુવા સક્રિય કાર્યકર્તા અમિત શર્માએ કરી હતી.

 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page