top of page

સચિન ખાતે નવરાત્રીને લઈ પોલીસ એક્શન મોડમાં, ચુસ્ત બંદોબસ્ત

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Oct 7, 2021
  • 2 min read

નવરાત્રી નિમિત્તે એફ.ઓ.પી. મિત્રો સાથે મિટિંગ, ગાઇડ લાઇનનું પાલન થાય તે જોવાશે.

સચિન પ્રજાપંખ : આજથી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને સચિન શહેર સિટી પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. સચિન ખાતે કોરોના મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ ગરબા યોજવાની પરવાનગી અપાઇ નથી પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે આજે સચિન પોલિસ સ્ટેશન ખાતે ફ્રેંડ ઓફ પોલિસ મિત્રોની એક મિટિંગ સચિન પી. આઇ. કે.બી.ઝાલાનાં માર્ગદર્શનમાં ચુસ્તપણે કોવિડ ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે મળી હતી. જેમાં પી.એસ.આઇ. એસ.સી.સંગાડા પી.એસ.આઇ. એચ. જે. મચ્છર સાથે પો.કો. લક્ષ્મણ ખાંભાલા અને નિતિન વાઘેલાએ પધારેલ સહુ ફ્રેંડ ઓફ પોલિસ મિત્રોને નિયમોની માહીતી આપી જણાવ્યું કે, દરેક શેરી ગરબાઓમાં પોલિસ બંદોબસ્ત તો રહેશે છતાં આપ પોલિસ મિત્રોએ પણ પોતાના વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાનું રહેશે. વધુમાં પી.એસ.આઇ. એસ.સી.સંગાડા પી.એસ.આઇ. એચ. જે. મચ્છરએ જણાવ્યું કે,

કોઇ ગરબાવાળા નિયમોનો ભંગ ન કરે તે પણ ધ્યાન રાખશો, સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ સચિન પોલીસની બાજનજર રાખવામા આવી રહી છે. આ ઉપરાંત કોવિડની ગાઈડ લાઇન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ગરબા મંડળવાળા ખાસ ધ્યાન રાખે તેનુ ધ્યાન રાખશો, આ ઉપરાંત ગરબા નિહાળવા કે રમવા જનારા ખેલૈયાઓએ પણ નીચેના ની ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે. આ બધું નવરાત્રી પર્વ અનુસંધાને આપની તથા આપની મિલકતની સુરક્ષા હેતુસર જ નિચે આપેલા નિયમો છે. જેમ કે, (૧) આપનો મોબાઇલ નંબર વિશ્વાસનીય વ્યક્તિઓને જ આપો. (૨) અજાણી વ્યકિતઓ સાથે મિત્રતા કેળવવાનું ટાળો. (3) અજાણી અથવા ટુકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા પીવાનું ટાળો. (૪) સોશીયલ નેટવર્કીંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો. (૫) આપનો નિયમીત પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરો (૬) ગરબામાં હંમેશા આપના પરિચીત ગૃપમાંજ રહો. (૭) નવરાત્રીની સમય મર્યાદા માં જ આપના ઘરે પાછા ફરો. (૮) ઉતાવળમાં અજાણી વ્યક્તિની લીફ્ટ લેવાનું ટાળો. (૯) કોઇપણ વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવારૂ જગ્યાએ ન જાઓ. (૧0) નવરાત્રી રાસ ગરબા જ્યારે નિહાળવા રમવા જાવ છો ત્યારે તમારા ઘરને તાળું મારવાનું ભુલવું નહિ. (૧૧) નવરાત્રી રાસ ગરબા જ્યારે નિહાળવા/રમવા જાવ છો ત્યારે શક્ય હોય તો બારી-બારણા બંધ રાખી ઘરની લાઇટ ચાલુ રાખવી. (૧૨) નવરાત્રી રાસ ગરબા જ્યારે નિહાળવા/રમવા જાવ છો ત્યારે તમારા ટાવર / રો-હાઉસ ના સિક્યુરીટીને સતર્ક રહેવા સુચના આપવી કોઇ અજાણ્યા ઇસમ દેખાય આવે તો તેની પુછપરછ કરવા તેમજ તાત્કાલિક લોકલ પોલીસ ને જાણ કરવા માહિતગાર કરવા (૧૩) નવરાત્રી રાસ ગરબા જ્યારે નિહાળવા રમવા જાવ છો ત્યારે કોઇ જાહેર રોડ ઉપર કે નિર્જન જગ્યા કે જ્યાં અંધકારમય જગ્યા હોય તેવી જગ્યાએ ઉભા રહેવાનું ટાળવું. (૧૪) નવરાત્રી રાસ ગરબા જ્યારે નિહાળવારમવા જાવ છો ત્યારે સોસાયટીમાં કે ગરબા આયોજન સ્થળે કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય આવે તો તાત્કાલિક 100 નંબર અથવા ૦૨૬૧-૨૩૯૨૨૫૮ નંબર ઉપર જાણ કરવી, (૧૫) નવરાત્રી તહેવાર ઉજવણી કરવા તમે તમારા પરી સાથે વતન કે પ્રવા જતા હોય છે ત્યારે કિંમતી સરસામાન બંધ તીજોરીમાં મુકી જવું અને સિક્યુરીટીને એપાર્ટમેન્ટ / ફલેટ ઉપર અવારનવાર ચેકિંગ રાખી કંમ્પાઉન્ડમાં કોઇ પણ રાહદારીઓ / અજાણ્યા ઇસમો/વ્યક્તિઓનો પ્રવેશ આપવો નહી. તે અંગે સુચિત કરવું વિગેરે આ તમામ ગાઈડ લાઇન આપની સેવા અને સુરક્ષા માટે છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page