સચિન ખાતે કો-વેક્સિન અભિયાનનાં ત્રીજે દિવસે સન લાઇટ અને શ્રી સાઇનાથ સ્કુલમાં કો-વેક્સિન અપાઇ
- Praja Pankh
- Jan 5, 2022
- 1 min read
આજે ત્રીજા દિવસે સનલાઇટ કનકપુર અને શ્રી સાઇનાથ સ્કુલ તલંગપુર ખાતે કિશોર અને કિશોરીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અર્બન હેલ્થ સેંટર કનકપુર દ્વારા કિશોર-કિશોરીઓને કોરોના રસીની સુરક્ષા આપવામાં આવી. બાળકોને પ્રોત્સાહન આપવા સ્થાનિક કોર્પોરેટર હસમુખભાઇ શંકરભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિની બન્ને સ્થળે વિશેષ હાજરી રહી હતી,
સચિન પ્રજા પંખ દ્વારા : કોરોનામુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્ય સરકારે મહત્તમ વેક્સીનેશનનું લક્ષ્ય સેવ્યું છે. ત્યારે ગુજરાતમાં તા.૩ જાન્યુ. થી ૧૫ થી ૧૮ વર્ષના કિશોર કિશોરી માટે કોરોના પ્રતિરોધક વેક્સીનેશન ડ્રાઈવનો શુભારંભ થઇ ચુક્યો છે. આજે ત્રીજા દિવસે સચિનનાં કિશોર કિશોરીએ ઉત્સાહભેર રસી મૂકાવતા હતાં ત્યારે વિદ્યાર્થીઓમાં રસી મૂકાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. આજે ત્રીજા દિવસે સનલાઇટ સ્કુલ કનકપુર અને શ્રી સાઇનાથ સ્કુલ તલંગપુર ખાતે કિશોર અને કિશોરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરોગ્ય કેંદ્ર કનકપુર દ્વારા કિશોર-કિશોરીઓને કોરોના રસીની સુરક્ષા આપવામાં આવી. જેમાં બન્ને સ્થળે બાળકોને પ્રોત્સાહન આપવા સ્થાનિક કોર્પોરેટર હસમુખભાઇ શંકરભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિની વિશેષ હાજરી રહી હતી અને શાળા પરીવાર અને બાળકોને પ્રોત્સાહીત કર્યા હતાં. અર્બન હેલ્થ સેન્ટર કનકપુર દ્વારા શરુ થયેલ રસીકરણમાં ડૉ અક્ષય ચૌધરી, ડૉ તુષાર પવાર, સેનેટરી ઈન્સ્પેકટર પ્રતિક ચૌહાણ, Mphw ચીરાગ સુરતી, Sister નેહા પટેલ, Sister વિભૂતી પટેલ, Sister શ્રદ્ધા પટેલ, ઓપરેટર પિંકેશ પટેલ, ઓપરેટર વિરેન પટેલ, ધન્વંતરિ રથના ડૉ પૂજા ગજેરા, LT કાજલ આહીર, યોગેશભાઇ રાંદેરિયા, વિજય રાઠોડ અને તમામ આશા બેહનો ઉપસ્થિત રહ્યા હતાં અને બાળકોને કો-વેક્સિન આપી હતી. આજે સનલાઇટ સ્કુલ માં 287 અને શ્રી સાઇનાથ સ્કુલમાં 282 તથા ડ્રીમ ઇંડિયા સ્કુલમાં 57 આમ કુલ 626 કુમાર કુમારીકાઓને કો-વેક્સિન અપાઇ હતી.
Comments