સચિન ખાતે એફ ડિવિઝન નાં વી કે પરમાર જી નાં અધ્યક્ષસ્થાને બકરી ઈદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ ...
- Praja Pankh
- Jul 8, 2022
- 1 min read
સચિન પ્રજા પંખ : સુરત જિલ્લાના વોર્ડ ૩૦ માં આવેલ સચિન શહેર પોલીસ મથક ખાતે એફ ડિવિઝન નાં વી કે પરમાર જી નાં અધ્યક્ષસ્થાને બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત સચિન શહેર પોલીસ મથકના પી.આઈ. આર આર દેસાઇ એ બકરી ઈદ નિમિત્તે વિસ્તારની પૂર્વ ભૂમિકા સમજાવી હતી, પધારેલ વી કે પરમાર એફ ડિવિઝન અધિકારીનું સ્વાગત કરી એમનાં અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં ખાસ સચિન નાં આજુબાજુ ના વધુ પડતાં વિસ્તારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે જેથી આ બકરી ઇદમાં અનિચ્છનીય બનાવ નહીં બને અને ભાઈચારા વચ્ચે તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક દરમ્યાન મુસ્લિમ સમાજના આગેવાનોએ બકરી ઈદના દિવસે કોઈપણ સમાજની લાગણી દુભાઈ નહીં તેની કાળજી રાખવા સાથે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં સમાજ સેવીઓ અને સમાજ અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજ સહિતના આગેવાનો, સરપંચ તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Kommentare