સચિન ખાતે આર સી સી લાજપોર અને જોસ માર્કેટિંગનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ
- Praja Pankh
- Jun 21, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : આજ રોજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (આર સી સી) લાજપોર અને જોસ માર્કેટિંગનાં સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવેલ જેમા સુરત રક્તદાન કેંદ્ર અને રીસર્ચ સેંટરનો ટેકનિકલ સ્ટફ અને ડોકટરની વિશેષ ઉપસ્થિતી રહીને સુંદર કામગીરી કરી હતી. આ તબક્કે સ્થાનીક સચિનનાં વડિલ ડો. રણજીતસિંહ વાંસીયા તથા મનપાનાં ચિરાગસિંહ સોલંકી – ટીપી સમિતી સદસ્ય, પીયુષાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય અને રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્યની પણ ઉપસ્થિતી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોસ માર્કેટિંગ ડીરેક્ટર અને આર સી સી સદસ્ય શિરીષભાઇ ચોવટીયા અને આરસીસી સદ્સ્યોએ કર્યુ હતું. આજે કોરોના કાળ દરમિયાન રક્તની અનેકગણી જરુરત હોવાથી શિવ દ્રષ્ટી સોસાયટી તથા નિમંત્રિત મિત્રો એવા ૬૭ જેટલા રક્તદાતા ભાઇ બહેનો પધાર્યા હતાં, જેમાં અનેકોના શુગર માટે તો અનેકોના હિમોગ્લોબિન ઓછા હોવાને કારણે તથા ઘણાએ પાંચ દસ દિવસ પહેલા વેક્સિન લિધી હોવાથી ફક્ત ૨૧ મહાનુભાવ દાતાઓ રક્તદાન કરી શક્યા એટલે ૨૧ યુનિટ રક્ત સુરત રક્તદાન કેંદ્ર ને મળી શક્યું છે. આ પ્રસંગે આર સી સી પ્રમુખ ગુલામ ફારુખ શેખ અને પધારેલ મહેમાનો હસ્તે રક્તદાતાઓનું ફુલોથી સ્વાગત કરી રક્તદાતા તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સહુનું બહુમાન કરાયું હતું. આર સી સી લાજપોર અને જોસ માર્કેટિંગનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન શિબિરમાં આરસીસી હોદ્દેદારો અને સદસ્યો તથા શિવ દ્રષ્ટી સોસાયટીનાં પ્રમુખ ગૌતમભાઇ અને શિવ દ્રષ્ટી સોસાયટીનાં મહીલા મંડળે સારી એવી જહેમત ઉઠાવી હતી.
Comments