top of page

સચિન ખરેખર મિનિ ભારત....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 28, 2021
  • 3 min read

સચિન સ્ટેશનને વધુ સુવિધાઓ વધુ ટ્રેન સ્ટોપેજ મળે તેની માંગ કરાઇ.....

સચિન રેલ્વે સ્ટેશનની મુલાકાત લેતા દિલ્હીનાં અધિકારી પદાધિકારી

રેલ્વે કમિટી સાથે રાજસ્થાન જૈન સમાજ, ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ અને યુપી પટેલ સમાજ, મહારાષ્ટ્ર મિત્ર મંડળ, વેપારીઓ, સચિન ઇંન્ડ, હોજીવાળા ઇન્ડ. સિનિયર સિટીઝન તથા અન્યો દ્વારા સચિન સ્ટેશનને વધુ સુવિધાઓ વધુ ટ્રેન સ્ટોપેજ મળે તેની માંગ કરાઇ.......

સચિન પ્રજાપંખ દ્વારા :  આજે સચિન રેલ્વે સ્ટેશન માટે ત્રિવેણી સંગમ યોજાયો, અંગ્રેજ કાળ દરમિયાન અહીં નવાબી નગરીમાં સચિન નગરની એક જાહોજલાલી હતી, તે સમયે ફાસ્ટ ટ્રેનોનું સ્ટોપેજ સચિન સ્ટેશનને હતું. જ્યારે આજે પાંચ લાખની અંદાજિત વસ્તી થઈ છતાં ફક્ત બે ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ છે. સ્થાનિક રેલ્વે કમિટી દ્વારા સચિન સ્ટેશન માટે અનેક માંગ મુકાઇ છે. જેથી આ વખતે પહેલીવાર PAC પીએસી કમિટી દિલ્હી ઇન્ડિયન રેલવે એ રુબરુ આવીને મુસાફરોને પડતી અગવડતા વિશેનો અભ્યાસ હાથ ધર્યો અને દક્ષિણ ગુજરાતનાં નાના સ્ટેશનોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે ત્યારે PAC પી એ સી નાં મેમ્બરો, પદાધિકારીઓ આજે સચિન ખાતે સ્થળ તપાસનાં અભ્યાસ અર્થે આવ્યા ત્યારે સાથે અધિકારી ગણો પણ પધાર્યા હતાં આજે સચિન રેલ્વે કમિટી સાથે અન્ય સમાજ અને સમિતિઓ પણ પોતાની માંગ સાથે જોડાઈ હતી. જેથી આજે ત્રિવેણી સંગમ રચાયો હતો, કેમ કે, આટલા વર્ષોમાં પ્રથમવાર આવી કોઈ ઇન્ડિયન રેલ્વે પી એ સી કમિટી અહી પધારી અને સ્થાનિક લોકોનો તથા મુસાફરોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરી રહી છે. આમ સચિન સ્ટેશનના પ્રશ્નોને ૨૦૧૪ થી સંભાળવામાં આવે છે. આજે અંદાજિત ૨૦૦થી વધુ પ્રવાસી અને નગરવાસીઓનાં તાળીઓના ગળગડાટ વચ્ચે પદાધિકારીઓ અને અધિકારીઓ પધાર્યા હતાં, પધારેલ મહેમાનોનું અજિત સિંહ રાજપૂત અને સંજયભાઇ સુંદર્નિયા અને મેહેંદ્ર પટેલ એમ.ડી.એ આવકાર્યા હતાં, જ્યારે શાબ્દિક સ્વાગત પ્રવચન રેલ્વે કમિટીના પ્રકાશ ભાવસારે કરી વેસ્ટર્ન રેલ્વે નાં અધિકારી ગણ અને પી એ સી નાં પદાધિકારીશ્રીઓનું પુષ્પ ગુચ્છ થને શાલ ઓઢાડી ગુજરાત ઉત્તર ભારત સેવા સંઘ, રેલ્વે કમિટી, રાજસ્થાન જૈન સમાજ, યુ.પી.પટેલ સમાજ, વેપારીઓ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ અને સમાજ બંધુઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. કમિટિ દ્વારા સચિન રેલવે સ્ટેશનની ભૌતિક સુવિધા અને નવા સ્ટોપેજ તથા બંધ થયેલ કામ ફરી શરૂ કરવા અને અન્ય જરુરિયાત વિષે જાણ કરાઇ. આ તબક્કે એડીએમઆર જનબંધુ શ્રી એ જણાવ્યું કે, સચિન ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે, સમગ્ર ભારતમાંથી 5 લાખથી વધુ લોકો સહ-કુટુંબ રોજગાર માટે અહીં વસે છે અમારાથી જેટલું બને તેટલું મંજૂર કરાવીશું કહ્યું સાથે પી એ સી મેમ્બર કૈલાસ વેર્માં, ગિરિશભાઇ રાજગોરે પણ કહ્યું કે, અમે આપની માંગને ટેબલ પર મુકીને જરુરિયાતની વસ્તુઓ સ્ટેશનને મળે એ પર ભાર મુકીશું, જે તે અધિકારીઓઅને જણાવીશુ જણાવ્યું, જ્યારે લોકપ્રિય છોટુભાઇ ઇ. પાટીલે પોતાના પ્રવચનમા કહ્યું કે, સચિન ખરેખર મિનિ ભારત છે. અંદાજિત પાંચ લાખ લોકો રોજગાર અર્થે અહી આવ્યા છે. તેમની ફાસ્ટ ટ્રેનોની માંગણી વ્યાજબી છે. અંદાજિત 03 લાખ લોકો અપ ડાઉન કરી અહી કામ પર આવે છે. આજુબાજુના ગામ સાથે 05 લાખથી વધુ વસ્તીની સામે માત્ર એક જ વર્તમાન અને આરક્ષણ ટીકીટ બારી છે. જેમાં વધુ 1 UTS  અને 01 PRS સ્ટાફ સાથે બે વિન્ડો આપવામાં આવે. કોરોના સમયે લોક્લ બંધ થયેલ ટ્રેનો શરુ કરવી જોઇએ, સાથે મુંબઈ થી આવતી જતી ફાસ્ટ ટ્રેનોને સ્ટોપેજ અહી આપવું જરુરી છે. સચિન પાસે ખજોદ ગામે ઇન્ટર નેશનલ ડાયમંડ હબમાં લાખ થી વધુ લોકોને રોજગારી મળશે અને દેશ-વિદેશના વેપારી લોકો પણ અહીં આવશે. જેથી સચિન રેલવે સ્ટેશન પર મોટી ભૌતીક સુવિધા અને સ્ટોપેજ આપવું મારા મતે પણ ફરજિયાત છે. – બંધ કામ શરુ કરવા જોઇએ, આખા દિવસમાં આજે 05 ટ્રેનો મળી છે જ્યારે અપ-ડાઉન કરનારાઓની સંખ્યા 3 લાખથી વધુ છે. આ સાથે અજિતસિંહ રાજપૂતે ઉત્તર ભારત તરફ જનાર અવધ, દેહરાદુન અને અન્ત્યોંદય એક્સ્પ્રેસ ટ્રેનની માંગ લેખિતમાં કરી આવેદન આપ્યું, ત્યારબાદ રેલ્વે કમિટી સાથે રાજસ્થાન જૈન સમાજ, ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ અને યુપી પટેલ સમાજ, મહારાષ્ટ્ર મિત્ર મંડળ, વેપારીઓ, સચિન ઇંન્ડ, હોજીવાળા ઇન્ડ. સિનિયર સિટીઝન તથા અન્યો દ્વારા સચિન સ્ટેશનને વધુ સુવિધાઓ વધુ ટ્રેન સ્ટોપેજ મળે તેની માંગ લેખિતમાં કરી આવેદન આપ્યું છે. ત્યારબાદ કમિટિઓએ અને અધિકારીઓએ સમગ્ર સ્ટેશનની મુલાકાત લઈ જાત માહિતિ મેળવી અને જે તે સુચનો સચીન રેલવે સ્ટેશન ના અધિકારીઓને આપ્યા. ફુટ ઓવર બ્રીજ માર્ચ ૨૦૨૨ સુધીમા તૈયાર થઈ જશે એવું પણ જણાવ્યું છે. અંતે આભારવિધી રાજમલ જૈને કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ભાવસારે જ કર્યું હતું, આમ આજે પીએસી કમિટિ દિલ્હી + અધિકારીગણ અને સ્થાનિક રેલ્વે સલાહકાર સમિતિ, ગ્રામજનો અને મુસાફરોનો ત્રિવેણી સંગમ થયો જેમાં તમામ અધિકારીઓ અને પી એ સી કમિટિએ પોઝિટિવ પ્રત્યુતર આપતા સચીનમાં આનંદની લહેર છવાઇ છે. આજે પધારેલ અધિકારીઓમાં ADMR જન બંધુ શ્રી, acm આર કે શર્મા, adm શ્યામલ કુમાર, adst જી પી શર્મા, તથા CMI રામચંદ્ર શર્મા તેમજ PAC કમિટી નાં શ્રી છોટુભાઈ પાટીલ, ગિરીશભાઈ રાજગુરુ, કૈલાસ લક્ષ્મણ વેર્મા ખાસ દિલ્હીથી સચિન સ્ટેશનની મુલાકાત લઈ તમામ માંગણી ની વ્યવસ્થા કરીશું જણાવ્યું છે .


 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page