સચિન કોમ્યુનિટીહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ....
- Praja Pankh
- May 14, 2022
- 2 min read
ધારાસભ્ય શ્રીમતી ઝનખનાબેન પટેલ ના અધ્યક્ષ્તામાં વોર્ડ 30 ના નગર જનો માટે સેવાસેતુનું આયોજન કરાયું સુરત મહાનગર પાલિકા દ્વારા સચીન ગામ ખાતે સેવસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।..જેમાં લોકોના વિવિધ પ્રશ્નોનો નો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો...
પ્રજાપંખ સચિન : સચિન કોમ્યુનિટીહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો વોર્ડ -30 માટે યોજાયેલ સેવાસેતુનો લાભ મોટીસંખ્યામાં લોકોએ લીધો હતો. સેવા સેતુના કાર્યક્રમમા 168 ધારા સભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ હસ્તે ઉદઘાટન કરાયું હતું સાથે ધારાસભ્ય વિવિક્ભાઇ પટેલ તેમજ સ્થાઇ સમિતિ ચેરમેન પરેશભાઇ પટેલ, ડે. મેયર દિનેશભાઇ જોધાણી, બાંધકામ સમિતિ ચેરપર્સન રોહિણીબેન છોટૂભાઇ પાટીલ ઉપસ્થિત હતા. આ પ્રસંગે સહુએ ઉદ્બોધનમા જણાવ્યુ કે, જનતાને સેવા સેતુ ના કાર્યક્રમોનું મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે છેવાડા ના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સેવા સેતુ નો કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જ્યારે પણ કોઈક વ્યક્તિને સરકારી યોજનાઓની સેવા થી વંચિત ન રહી જાય અને એક જ જગ્યાએ 16 વિભાગ ની 56 જેટલી સરકારી સેવાનો લાભ સરળતા થી મળે રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો કરી સરકારી યોજનાઓ નો લાભ લાભાર્થીઓને મળતા રહે તેવા પ્રયાસના ભાગ રૂપે સેવા સેતુ ના કાર્યકમો યોજવામાં આવતા હોય છે. આ સેવા સેતુ ના કાર્યક્રમમાં ધારાસભ્ય અને સ્થાનિક મહાનગર પાલિકાના વોર્ડ 30 ના ચારે નગર સેવકો હસમુખભાઇ નાયકા ચેરમેન કાયદા સમિતિ, ચિરાગસિંહ સોલંકી ટીપી સમિતિ સદસ્ય, પિયુષા બેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય, રીના દેવી રાજપૂત પાણી સમિતિ સદસ્ય, ડે. કમિશ્નર શ્રી કિનખાબવાળા અન્ય અધિકારી ગણ અને શહેર મંત્રીશ્રી ભીખુભાઈ પટેલ, સુ.શિ.સ.દંડકશ્રી રાજેન્દ્રભાઈ પટેલ તથા વોર્ડ 30, ભાજપ સંગઠન પ્રમુખ દિપક ચૌધરી સાથે વિવિધ મોર્ચા અને યુવા પ્રમુખ નિરવ દેસાઇ અને મહિલા મોર્ચાના પ્રમુખ દિપિકા પટેલ તથા સહુ કાર્યક્ર્તાઓ સહિત વહીવટીતંત્ર અને મહા નગરપાલિકાની ટીમ તથા મામલતદાર શ્રી ની ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનવાનો પ્રયાસ કર્યો હતો જેમા જે 997 લોકોએ લાભ લીધો છે. એવું સલીમભાઈ બાઘડિયા લઘુમતી સેલ મહામંત્રી ઊન સુરત જણાવ્યું હતું.
Comments