top of page

સચિન-કનકપુર રથયાત્રા ઉત્સવઃ માનવ સેવા એજ માધવ સેવા સાથે ભક્તિ અને સેવા યજ્ઞની ઉજવણી: ઠેર ઠેર નાસ્તા પાણીની પ્રસાદી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 28
  • 3 min read

પ્રજા પંખ સચિન: સચિનના કનકપુર વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરે મંદિર ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રાનું ભવ્ય અને ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પાવન રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમથી પસાર થઈ હતી. જેમાં ડીસીપી રાજેશ પરમારજીના માર્ગદર્શનમાં એસીપી એન.પી.ગોહિલ, પી.આઈ. પ્રધુમનસિંહ એન.વાઘેલા, પી.એસ.આઈ. રાજેન્દ્રસિંહ પરમાર, પી.એસ.આઈ સુનિતાબેન ડી. સિંધ, પીએસઆઇ ડામોર અને એ.એસ.આઈ. ઈન્દ્રજીતસિંહ વનાર અને સમગ્ર પોલીસ ટીમનો ચુસ્ત બંદોબસ્ત

હોવાથી સમગ્ર યાત્રામાર્ગ શાંતિમય ભક્તિમય માહોલથી જગન્નાથના રંગે રંગાયેલી હતી અને ભક્તો ભારે ઉત્સાહ અને શ્રદ્ધાથી ભગવાનના દર્શન તથા સહભાગી બનવા ઉમટી પડ્યા હતા. રથયાત્રા દરમિયાન સ્લમ બોર્ડ વિસ્તારમાં આવેલા મૌસીના મંદિરે ખાસ કરીને ભગવાનના ભાણેજના આગમન માટે આતુરતા વ્યક્ત કરવામાં આવી. અહીં ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પ્રેમભરી નાસ્તરૂપી પ્રસાદી અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ભક્તોને પ્રેમથી પીરસવામાં આવી રહી હતી. સંજય માથુર અને અન્ય આરએસએસ સંઘના સ્વયંસેવકો દ્વારા મસ્તમજાનું શરબત, સહયોગ આગળ હવેલી ગ્રુપ હિતેશ વિરડીયા, મનસુખ ચાવડા, કિરણભાઈ, રાજુગોલ, મનોજભાઈ,કાળુભાઇ દ્વારા પૌવા, તે ઉપરાંત શ્રી જનતા પ્રીમિયમ આઈસ્ક્રીમ સચિનના અમરચંદ્ર ધનગર, ઉદય, સુરેશ, અલ્પેશ, બીરેન, ડેની અને સંજય દ્વારા પાણી બોટલ, દિપક હોટલ પાસે ચામુંડા ગ્રુપ દ્વારા આયોજન, સચિન ચારરસ્તા પાસે સમીર વાંઝવાળા,જીતુ માજીશા, આકાશ અને સુરેશ દ્વારા તથા જૈન ગ્રુપ દિનેશ મામા, નરેન્દ્ર અને સુરેશ પંચોલી દ્વારા પણ સગવડ કરાઈ હતી. અહીં ખાસ શ્રી સત્ય સાંઈ સમિતિ દ્વારા .“ માનવ સેવા એજ માધવ સેવા “ દ્વારા શ્રદ્ધાસભર નાસ્તા સ્ટોલ મંડપમાં ફેરવાયો હતો, શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના પાવન પ્રસંગે “માનવ સેવા એજ માધવ સેવા”ના મંત્ર સાથે આરાધનાભાવથી ભક્તોને નાસ્તા રૂપી પ્રસાદિ વિતરણ કરવામાં આવી. પૌવા, જલેબી અને પાણીની બોટલ જેવી વ્યવસ્થાઓ સાથે ભક્તોની થાકેલી યાત્રાને વિરામ અને શાંતિ મળી રહી હતી. આ ભક્તિપૂર્ણ સેવા માટે એલ.ડી. શાળાની બાજુમાં ખાસ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા ૧૦ વર્ષથી ભેદભાવ વગર દરેક ભક્ત માટે ખુલ્લો રહે છે. અહીંથી એક પણ ભક્ત ભગવાનના આશીર્વાદરૂપે પ્રસાદ વિના ખાલી હાથે પાછા ફરતો નથી, તેવું સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

આ પવિત્ર કાર્ય પાછળ ઘણા સમર્પિત અને નિઃસ્વાર્થ સેવાભાવીઓ કાર્યરત રહ્યા, જેમણે પોતાનું યોગદાન આપી સાચી અર્થમાં“માનવ સેવા એજ માધવ સેવા”ના મંત્રને સાબિત કર્યું.જેમાં જલેબી વ્યવસ્થા માટે શ્રી ધીરેનભાઈ ખક્કર, પાણી માટે શ્રી મનોજસિંહ સોલંકી, તેમજ વિવિધ સહાયકોમાં રઘુવીરસિંહ વાંસીયા, મહેન્દ્રસિંહ વાંસીયા, જયેશ દેસાઈ, રાજેશ દેવરે, પ્રવિણસિંહ દત્તુભાઈ, પિયુષકુમાર ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ વાંસીયા, લાલાભાઈ પટેલ (દુધવાળા), ગિરિશભાઈ પટેલ, શૈલેન્દ્રસિંહ વાંસીયા, અતુલભાઈ દેસાઈ, કિશનદાન ચારણ, ધનસુખભાઈ પટેલ (ઉબર), મુલચંદ બોરીવાલ, હરિત દેસાઈ, પ્રશાંત દેસાઈ, શ્યામભાઈ શર્મા, લાલાભાઈ (જલારામ મંદિર), દિપકભાઈ, શિરિષભાઈ, યતીનસિંહ ચૌહાણ, કેતનસિંહ વાંસીયા, ભદ્રેશસિંહ પરમાર, ધનસુખ મેસુરિયા, મહેંદ્રસિંહ, અનિલસિંહ, સંતરામ પ્રજાપતિ, અશોકભાઈ ટેલર, રાજકુમાર પટેલ, અવધેશ મોર્યા, દિનેશ મોર્યા અને પરવેઝભાઈ સહિત અનેક સેવકોના નામ આ યાદગાર કાર્ય સાથે જોડાયેલા છે. આયોજક ભગીરથભાઈ બહેરા, ગોપીનાથ લેંકા ગિરીશ આહીર એ જણાવ્યું

કે મધ્યાહ્ન સમયે જનપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈ, શ્રી દિલીપ ટીંબરેવાલ (રાજા) અને શ્રી ચિત્રસેન પાઢી (મંત્રી) એ પરંપરાગત પધ્ધતિ અનુસાર સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું વધુમાં કહ્યું કે, વોર્ડ પ્રમુખ તેજસકુમાર આહીર, લાઈટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિહ સોલંકી, નગર સેવક હસમુખભાઈ નાયકા, નગરસેવિકા પિયુષાબેન પટેલ, રીનાબેન રાજપૂત, મહામંત્રી મનોજસિંહ સોલંકી, મહામંત્રી મૂકેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિ દંડક રાજુભાઈ પટેલ, માજી પ્રમુખ દિપક ચૌધરી, ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ, અભિલાષ ગુપ્તા, ચંપકભાઈ પરમાર, માજી સરપંચ ઉંબર ધનસુખ પટેલ, એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી જીવણભાઈ ભડિયાદરા, આરસીસી સેક્રેટરી વિજય ટેલર આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસાર ઉપરાંત

સચિન જીઆઈડીસીના પ્રમુખ નીલેશ ગામી, સેક્રેટરી મયૂર ગોળવાલા અને ઉધોગકારો દર્શને પધાર્યા હતાં. સચિનમાં ભગવાનના રથ યાત્રાએ ભક્તજનોમાં ભવ્ય આનંદ, શ્રદ્ધા અને ભક્તિનો વિશિષ્ટ આનંદ પ્રદાન કર્યો. આ સુંદર યાત્રા પ્રસંગે સંગીતમય આદિવાસી નૃત્ય, ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ અને હોમગાર્ડ બંદોબસ્ત અને શિસ્તબદ્ધ આયોજન જોવા મળ્યું.

શ્રી સત્યસાઈ સમિતિના આયોજકો કહે છે કે: આ સેવા એક એવો યજ્ઞ છે, જેમાં દરેક ભક્ત માટે પ્રેમ અને કરુણા દર્શાવાય છે.” જે સમાજને એક નવો સંદેશ આપે છે

“માનવ સેવા એજ માધવ સેવા”ના મંત્ર સાથે જય જગન્નાથ

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page