સચિન એલ.ડી.શાળામાં આંશિક સૂર્યગ્રહણનો લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો....
- Praja Pankh
- Oct 25, 2022
- 1 min read
સચિન પ્રજા પંખ : ૧૩૦૦ વર્ષ બાદ તારીખ 25 ઓક્ટોબર 2022 અને દિવાળીના દિવસે ભારતના અનેક સ્થાનોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું ત્યારે ડોકટર નિલેશ
જોશી દ્વારા ખાસ શિક્ષકો, ટ્રસ્ટીઓ
અને વિદ્યાર્થીઓ માટે સચિન એલ.ડી. હાઈસ્કૂલમાં ગ્રહણ સમયે લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જીવનમાં ભાગ્યેજ જોવા મળતી આવી કુદરતી ઘટનાઓને જોવી, માનવી એ પણ એક લાહ્વો છે. શાળા પ્રિન્સિપાલ ડોક્ટર નિલેશ જોષી એ ગ્રહણ અંગે વિગતવાર વૈજ્ઞાનિક અભિગમથી માહિતી આપી સમજાવ્યા હતા. જવલ્લેજ જોવા મળતું ગ્રહણ જોવાના ખાસ પ્રકારના ચશ્મા તથા અન્ય ખાસ સાધન આપવામાં આવ્યા હતા જેનાથી પધારેલ સહુએ કુદરતી ગ્રહણ જોઈ ધન્યતા અનુભવી હતી, આ પ્રસંગે ડોક્ટર જોશીએ ગ્રહણ સાથે જોડાયેલી વાતો પણ જણાવી હતી, હવે ૨૦૩૬માં દેખાશે આ વર્ષનું આ અંતિમ ગ્રહણ હતું, તથા ખાસ તો ૨૧મી સદી અને અંધશ્રદ્ધાઓ અંગે માહિતી આપી હતી. આ આકાશી નજારો જોવા ખાસ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા એવું એલ.ડી.પ્રિન્સિપાલ ડોકટર નિલેશ જોશીએ જણાવ્યું હતું.
Comments