સચીન ઇશ્વરીય વિશ્વ વિધાલય બ્રહ્માકુમારી કેંદ્ર દ્વારા શિવરાત્રીની રંગે-ચંગે ઉજવણી કરાઇ
- Praja Pankh
- Mar 1, 2022
- 2 min read
મહાશિવરાત્રી દિને સચીન બ્રહ્માકુમારીઝ દ્વારા પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર રૂપે બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી દર્શન તથા ધાર્મિક પ્રદર્શન યોજાયું છે અને જેનો લાભ અસંખ્ય ભાવિક ભક્તોએ લીધો હતો : બી.કે. સવિતા દીદી. . .


પ્રજાપંખ સચીન : સચિન ખાતે આવેલ ઇશ્વરીય વિશ્વ વિધાલય બ્રહ્માકુમારી કેંદ્રનાં હોલી હોમ દ્વારા શિવરાત્રીના પાવન અવસર ઉપર બે દિવસની શિવરાત્રીના ઉજવણીના ભાગ રુપે બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી દર્શન તથા ભગવાન શિવની વિવિધ પ્રદર્શની રાખવામાં આવી હતી. આ ધાર્મિક પ્રદર્શની હોલી હોમના પરીસરમા જ રાખવામાં આવેલ હોવાથી સુરત અને સચિનના ભાવિક લોકોએ મોટી સંખ્યામાં જોવાનો અને માણવાનો લ્હાવો લીધો હતો. આ બે દિવસીય શિવ દર્શન ચાલશે. શિવલિંગનાં દર્શન કરતી વખતે જાણે ભુગર્ભમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું છે એવું ભાવિક ભક્તોને પ્રતિત થાય છે અને શિવ ભક્તો પણ પ્રેમથી પૂજન કરી પોતાને ધન્ય સમજી રહ્યા છે. સચીન સેન્ટરના
બી. કે. સવિતા દીદી અને બી. કે. રીના દીદી એ પધારેલ ભાવીક ભક્તોનું સ્વાગત કરી જણાવેલ કે આપણે સૌ અસલ સ્વરૂપમાં એક આત્મા છીએ. આ દેહરૂપી વસ્ત્ર ધારણ કરીને સૃષ્ટી રૂપી રંગમંચમાં પાત્ર ભજવી રહ્યા છીએ. આત્મા દિવ્ય જ્યોતિમય બિંદુ સ્વરૂપ છે. આ પંચ તત્વોના શરીરથી અલગ સુર્ય- ચંદ્ર- તારાગણથી પણ પાર બ્રહ્મલોકની નિવાસી છે. માટે સૃષ્ટી પરિવર્તન પહેલા સ્વયંનું પરિવર્તન કરીએ એ જરૂરી છે અને થનારા આ મહાપરિવર્તનને હવે ખુબજ થોડો સમય બાકી રહ્યો છે. તો યાદ રહે આ સર્વે આત્માઓના પિતા એ પરમપિતા પરમાત્મા શિવ છે અને તે નિરાકાર છે. તો આપણે સૌએ તેમની ભાવથી ભક્તિ કરવી જોઇએ. તા, 4 થી ધ્યાન શિબિર પણ શરુ થશે જેમા પણ સહુ ભાગ લઈ શકો છો. સચિન હોલી હોમ ખાતે સવારે શિવ લિંગના દર્શન કરવા જાણિતા ઉધોગપતી શ્રી વિનોદભાઇ પાલીવાલ અને જીઆઇડીસી ના અગ્રણી શ્રી મહેંદ્રભાઇ રામોલિયા પધાર્યા હતાં અને બાબાના દર્શન કરી પૂજા કરી હતી, ત્યારે હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો, જેની જટામાંથી ગંગાની ધારા વહે છે તેવા ત્રિલોકનાથ ભગવાન શંકરના ગુણગાન ગાવા ઉજવાતી મહાશિવરાત્રિ પ્રસંગે ભક્તોએ ઓમ નમ : શિવાય અને હર હર મહાદેવના જયઘોષ લગાવ્યો હતો. ભક્તોએ ભોલેનાથનાં દર્શન માટે કતાર લગાવી હતી. સવારથી જ પૂજા અર્ચન સાથે શિવરાત્રિની ઉમંગભેર ઉજવણી કરાઇ રહી હતી. સમગ્ર કાર્યક્રમની બાગડોર બી. કે. સવિતા દીદી અને બી. કે. મહિલા મંડળે સંભાળી લિધી હતી. સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જામી રહી હતી. જેને કારણે મંદિર પરિસર બહાર વાહનોની કતાર લાગી હતી. સમગ્ર દિવસે ગૂંજેલા હર હર મહાદેવના નાદથી વાતાવરણ પવિત્ર બની રહ્યું હતું. આમ મહાશિવરાત્રી દિને સચીન બ્રહ્માકુમારીઝ દ્વારા પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર રૂપે બરફના દિવ્ય જ્યોતિર્લિંગની ઝાંખી દર્શન તથા ધાર્મિક પ્રદર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિક-ભક્તોએ લિધો હતો.
Comentarios