સચિન આકાશ વિલા રો હાઉસ ખાતે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ સુરત દ્વારા ભવ્ય છઠ પૂજા યોજાઇ
- Praja Pankh
- Nov 11, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : ગત વર્ષે સિમાકન નિમિત્તે નવા બનેલા સુરત મહાનગર પાલિકાના વોર્ડ-૩૦નાં સચિન ખાતે પલસાણા ટી પાસે આવેલ આકાશ વિલા નજીક ગુજરાત ઉત્તર ભારતીય સેવાસંઘ સુરતના પ્રમુખ અજિતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં કોરોનાના બે વર્ષબાદ ફરીવાર મહા પર્વ છઠપૂજાની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. આ તહેવાર ભારતના બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, તથા નેપાળ જેવા અનેક વિસ્તારોમાં ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. અહી એસ ઓ પી ની ગાઇડ લાઇનનું પણ ધ્યાન રખાયુ હતું. સ્થાનિકો અને ઉત્તર ભારતિયો છઠ વર્તીયો પૂજાઅર્ચના કરવા સાંજે ચાર વાગ્યાથી ભારે ભિડમા પધાર્યા હતાં એમના માટે આ એક પવિત્ર છઠ મેળાવડો હતો. આ તબક્કે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ અજીતસિંહ અને સદસ્યો તથા સચિન પોલીસ જવાનોએ પોતાની જવાબદારી ખડેપગે પાર પાડી હતી. વોર્ડ 30 ના નગરસેવિકા અને પાણી સમિતિ સદસ્યા રીનાબેન રાજપૂતે પણ છઠપૂજામાં આવનારા સહુ છઠ વર્તીયોને આવકાર્યા હતાં આવનારા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સૂર્યની ઉપાસના મહા છઠ પર્વ પૂજા કરી હતી. આ છઠપૂજા પર્વની ઉજવણી માટેનું સુંદર આયોજન ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા કરાયું હતું. સંઘના પ્રમુખ અજીતસિંહ રાજપૂત અને સહૂ સદસ્યોએ ખડે પગે સેવા આપી હતી. તમામ પ્રકારની વ્યવસ્થા પલસાણા ટી રોડ નજીકના નહેર નજીક કરવામા આવી હતી છઠપૂજામાં પૂજા અર્થે ભાગ લેનારા પરપ્રાંતીઓનો વિશેષ ખ્યાલ રાખવામા આવતો હતો તમામ પ્રકારની તજવીજ સંઘ દ્વારા રખાઇ હતી. સચિન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો. આ છઠ પૂજા નિમિત્તે અનેક મહાનુભાવોએ મુલાકાત લઈ આયોજકોને મહા પર્વ છઠ પૂજાના સુંદર આયોજન નિમિત્તે અભિનંદન આપ્યા હતાં.
Comentarios