top of page

સચિનમાં શ્રી શનિ સાઈ મંદિરના ચોર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સચીન પોલીસ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 27, 2021
  • 1 min read

સચિન પોલિસ ની પ્રશંસનીય કામગીરી બદલ શ્રી શનિ સાઈમંદિર ના અરવિંદભાઇ એ સચિન પોલિસ નો આભાર વ્યક્ત કર્યો.


સચિન : મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝનની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ એન. એ. દેસાઇ નાઓ ની સુચનાથી સચીન પો.સ્ટે માં શ્રી શનિ સાઈ મંદિરનો ચોરીનો અન ડિટેક્ટ ગુન્હો શોધી કાઢવા સચિન વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અપોકો પ્રવીણભાઈ ભીમાભાઇ તથા અપોકો પૂજાભાઈ પરબતભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી કરણ મહેંદ્ર કુંવર રહે 102 સી, ઉમંગ રેસિડેન્સી સોસાયટી સચિન જીઆઇડીસી સુરત તા-સિટી જી.સુરત શહેર નાઓને ચોરીના ગુન્હામાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી પકડી પાડી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાઉન્ડ સિસ્ટમ રૂપિયા 4500/-ની રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ આરોપીને અનડિટેકટ ગુના માં કલમ 380 મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અનડિટેકટ ગુન્હો ડિટેક્ટ કરી ટિમવર્ક મળીને સચિન વિભાગમાં ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં નીચે મુજબના પોલીસ અધિકારી અને કર્મચારી સામેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન. એ. દેસાઇ, પો.સ.ઇ એસ આઈ દેસાઇ., એ એસ આઈ પીતાંબર વ્યંકેટ, અહેકો જયેશભાઇ રસિકભાઈ, અપોકો પ્રવિણભાઇ ભીમાભાઇ અને અપોકો પુંજાભાઈ પરબતભાઇ હતા જેઓ દ્વારા ટીમવર્કથી સચિન વિભાગમાં ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page