સચિનમાં મોબાઇલ ચોરોને ઝડપી પાડતી સચીન પોલીસ
- Praja Pankh
- Mar 9, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ 09-03-2021 : મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝનની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ એન. એ. દેસાઇનાઓ ની સુચનાથી સચીન પો.સ્ટે વિસ્તારમા સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની તથા બીજા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ રાખવામા આવેલ દરમ્યાન સાથેના અ.પો.કો.પ્રવિણભાઇ ભીમાભાઇ તથા અ.પો.કો. વિક્રમભાઈ ગોવિંદભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી (૧) ચંદન રાજકિશોર સિંગ ઉમર 27 રહે. સ્લમ બોર્ડ સચીન તા-સિટી જી.સુરત શહેર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર નાઓને ચોરીના ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી એફ આઈ આર નંબર એ પાર્ટ 11210054210555/2021 ઇ.પી.કો. કલમ 380, 114, મુજબના ગુન્હાના કામે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને અટક કરી તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી ચોરીનો અનડિટેકટ ગુન્હો ડિટેક્ટ કરી ટિમવર્કમાં સચિન વિભાગમાં ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે. જેમાં નીચે મુજબના પોલીસ અધિકારી અને કર્મચારી સામેલ હતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એન. એ. દેસાઇ, પો.સ.ઇ એ. એન. જાની, અહેકો ખોડૂભાઈ સબળભાઈ, અપોકો વિક્રમભાઈ ગોવિંદભાઇ, અપોકો પ્રવિણભાઇ ભીમાભાઇ, અપોકો મુકેશભાઇ શિવાજીભાઇ અને અપોકો પુંજાભાઈ પરબતભાઇ હતા જેઓ દ્વારા ટીમવર્કથી નીચે મુજબના મોબાઇલ ફોન કબ્જે લઈ કેસ કરવામાં આવેલ છે. (1) વિવો – રૂ.15000/- (2) ઓપો – 5000/- રેમ મી 10,000/- આમ કુલ્લે રૂ. 30,000/- ના મોબાઈલ કબ્જે લીધા છે.
Comments