top of page

સચિનમાં ભગવાન ના મંદિરો પણ હવે સલામત રહ્યા નથી ?

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 18, 2021
  • 2 min read
ખાખી વર્દી ના સબ સલામત વાક્યને એક તસ્કરે મહિનામાં બે વાર એકજ મંદિરમાં ચોરી કરીને આપી ખુલ્લી ચેલેન્જ, . . . લોકોમાં ભય નો માહોલ . . એક લોક ચર્ચા પ્રમાણે રાત્રે પોલીસ પેટ્રોલિંગ થાય છે ખરી ?

સચિનપ્રજાપંખ દ્વારા18-03-20212021 : સચિનમાં સબ સલામત ના વાક્યને આજે એક તસ્કરે ખાખી વર્દી ને એક જ મહિનામાં એક જ મંદિરમાં બે વાર ચોરી કરી ખુલ્લી ચેલેન્જ આપી ફરાર થઈ ગયો, આમ આવા તસ્કરો મન ફાવે ત્યાં ગમે ત્યારે ત્રાટકીને ચોરી કરીને, પોલીસની આબરૂનું ચીર હરણ કરી રહ્યા છે. મંદિરના ટ્રસ્ટી સંચાલક અરવિંદભાઈના જણાવ્યા અનુસાર સીસીટીવીના ફૂટેજ પ્રમાણે જોતાં હવે સચિનમાં ભગવાનના મંદિરો પણ સલામત નથી, લોકોમાં ભય નો માહોલ પ્રસર્યો છે. ગત રોજ તા. 18-03-2021 રાત્રે 1.15 કલાકના સુમારે કે જ્યારે કોરોના નિમિત્તે રાતના 10-00 થી સવારે 06-00 સુધી કરફ્યુ જાહેર થયો છે. તેવા સમયે પોલીસથી બચીને આ તસ્કરે ખુલ્લેઆમ મંદિરમાં ત્રાડકીને દાન પેટી ઉઠાવી બહાર લાવી તોડીને પૈસા ચોરી પલાયન થઈ ગયો અને ખાખી વર્દીને ખુલ્લી ચેલેન્જ આપી ગયો છે. આજ તસ્કરે થોડા દિવસ પહેલા તા. 11/03/2021ના શિવરાત્રિના રોજ આજ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ આજ રીતે કોઈ ડર વગર હિમ્મતથી ચોરી ગયેલ, એ ફરિયાદનો નિકાલ હજી સચિન પોલીસ લાવી શકી નથી ત્યાં આજે ગણતરીના દિવસોમાં જ ફરી આ દાન પેટી આજ તસ્કરે ચોરી કરી ફરાર થઈ ગયાની બીજી ફરિયાદ થઈ છે. એક લોક ચર્ચા એ પણ છે કે, રાત્રે પોલીસ પેટ્રોલિંગ થાય છે ખરી ? મંદિરના ટ્રસ્ટી સંચાલકે કહ્યું કે સવારે હું આવ્યો અને દાન પેટી ન દેખાતા મે એ પોલીસના 100 નંબર પર ફોન કર્યો હતો અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, તેમણે શોધખોળ કરી છે, પ્રાથમિક તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મંદિરની બાજુમાં આવેલ મનપાનો મોટો કૉમ્યુનિટી હૉલ છે તેના અંદરના ભાગમાં આ દાનપેટી તસ્કર દ્વારા તોડવામાં આવી છે. 2500 થી 5 હજાર રૂપિયા ચોરયાની આશંકા છે એવું અરવિંદભાઈએ જણાવ્યું છે. અહી બીજો પ્રશ્ન એ થાય છે કે, આટલા મોટા મનપાના કનકપુર કૉમ્યુનિટી હૉલ માં એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી અને જો છે તો આ સમયે એ ક્યાં હતો. આજ કૉમ્યુનિટી હોલમાં કોઈ સીસીટીવી પણ નથી જેથી કોઈ અજુગતિ ઘટના થાય તો જવાબદારને ઝડપી શકાય. હવે જોવાનું એ રહે કે, સી સી ટી વી માં દેખાતો અને પોલીસને ચેલેન્જ આપી પલાયન થયેલ આ ચોરને સચિન પોલીસ કેટલા સમયમાં ઝડપી પાડશે ?

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page