સચિનમાં જન્માષ્ટમીમાં જુગાર રમતા નબીરાઓને ઝડપી પાડતી સુરત શહેર સચીન પોલીસ.

સચિન પ્રજાપંખ : મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨, તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એફ. ડીવિઝન નાઓએ જન્માષ્ટમી તહેવાર અનુસંધાને પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુત કરવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે સચિન પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓની સુચનાથી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ તથા અ.પો.કો પુંજાભાઇ પરબતભાઇ બ.નં-૧૪૨૦ નાઓને મળેલ સંયુકત બાતમીથી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જન્માષ્ટમીમાં
જુગાર રમતા છ આરોપીઓને સચિન પોલીસે રંગેહાથ ઝડપી પાડી
આગળની કાર્યવાહી કરી છે. જન્માષ્ટમીમાં જુગાર રમતા પકડાયેલ આરોપીઓના નામ જોઈએ તો
(૧) મહફુજ ઉર્ફે રાજકુમાર S/O મોહમદ શકીલ અહેમદ ખાન ઉવ-૨૨ રહે. સુડા સાંઇનાથ સચીન (૨) ઇમરાન S/O ઇરફાન શેખ ઉવ-૨૬ સુડા સાંઇનાથ સચીન (૩) રાજુ S/O મોહમદ યાકુબ શેખ ઉવ-૨૩ સુડા સાંઇનાથ સચીન (૪) મોહમ્મદ ઇરસાદ S/O ઇમામ બક્સ ઉવ-૨૪ ધંધો- સુડા સાંઇનાથ સચીન (૫) મુસ્તકીમ S/O શકીલ અહમદ અલી ઉવ-૨૨ સુડા સાંઇનાથ સચીન અને (૬) મોહમ્મદ અકબર S/O મોહમ્મદ ઇદ્રીરીશ શેખ ઉવ-૨૦ સુડા સાંઇનાથ સચીન સુરત શહેરને કબ્જે કરી કેસ કર્યો છે. જુગારના મુદ્દામાલની વિગતમાં અંગ ઝડતીના રોકડા રૂપીયા ૬,૫૪૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપીયા-૫૨૩૦/-તથા ગંજીપાના નંગ-૫૦ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૧૧૭૭૦/-ની મત્તા નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી પર જુગાર ધારા કલમ ૧૨ મુજબ કેસ કરી આગળની કાર્યવાહી કરી છે. સચિન પોસ્ટેનાં પોલીસ અધિકારી અને કર્મચારીમાં ખૂદ સચિન પો.ઇન્સ કે.બી.ઝાલા (૨) પો.સ.ઇન્સ. એચ. જે. મચ્છર તથા અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪ અ.પો.કો. અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ બ.નં.૧૪૧૯ અ.પો.કો અરવિંદભાઇ ઉગાભાઇ બ.નં-૧૪૧૬ અ.પો.કો રામભાઇ વાસાભાઈ બ.નં.૧૪૧૩ અ.પો.કો પ્રવિણભાઇ ભીમાભાઇ બ.નં-૧૬૬૦ અને અ.પો.કો પુંજાભાઇ પરબતભાઇ બ.નં-૧૪૨૦ એ જન્માષ્ટમી પર્વ માં જુગાર રમતાં નબીરાઓને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.



Comments