top of page

સચીનમાં છરીના ધાકે લૂંટ કરનાર આરોપીઓનું સીન રી-કન્સ્ટ્રક્શન સફળ...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 22
  • 1 min read

ઝડપાયેલા લૂંટારૂઓ પાસેથી ગુનાની પુનઃરચના કરાવી સચીન પોલીસે વધુ પુરાવા મજબૂત કર્યા....




પ્રજા પંખ, સચીન (સુરત): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધિત ગુનાઓને કાબૂમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓ મુજબ સચીન પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી છે.તા. 19/04/2026 ना રોજ સાંજે હોજીવાળા રોડ નં. 14 ની નેના ચોકડી પાસે ફરીયાદી બ્રિજલાલ ભરતભાઈ મદેસીયા ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ મોપેડ પર આવી હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરીયાદીને પગના ભાગે છરી મારી રૂપિયા 2,500 લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા જ સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આજ રોજ સચીન પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ કલ્પેશ કુલચંદ પાટીલ અને રૂપેશ શાલિગ્રામ ઉર્ફે શિલિક મરાઠેને ઘટના સ્થળે લઈ જઈ સીન રી-કન્સ્ટ્રક્શન (પુનઃરચના) કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં આરોપીઓ પાસેથી ગુનો કેવી રીતે આચરાયો તેની સંપૂર્ણ નકલ કરાવવામાં આવી. જેના આધારે તપાસને વધુ મજબૂતી મળી છે.પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલાના જણાવ્યા મુજબ, આરોપીઓ અગાઉથી પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર કામગીરીમાં નીચેના અધિકારીઓ અને સ્ટાફનો નોંધપાત્ર ફાળો રહ્યો: પો. ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલા, પો. સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. ડામોર, પો. સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. સોલંકી તેમજ સમગ્ર સર્વેલન્સ સ્ટાફ હતાં અને આજ રોજની સચીન પોલીસની આ ઝડપી અને સંકલિત કામગીરીને નિહાળી હોજીવાળા વિસ્તારના કારખાનેદારો તથા સ્થાનિક લોકો દ્વારા કામગીરીને ખૂબ જ વખાણવામાં આવી રહી છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page