સચિનમાં "ચાલો ભેગા મળી ડેન્ગ્યુ નાબૂદ કરીએ".
- Praja Pankh
- Jun 22, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : ચોમાસુ આવે અને રોગોનું દ્વાર જમાં થતાં પાણી દ્વારા ઊઘડે છે જેને પહેલેથીજ બંધ કરવા મહાનગર પાલિકા નું આરોગ્ય વિભાગ આગળ આવ્યું છે જેથી આજ રોજ સુરત મહાનગર પાલિકા દ્વારા સચિન ખાતે કોમ્યુનિટી હોલમાં સચીન વિભાગના પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ દવાખાના ના ડૉક્ટરો ની એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તજજ્ઞો દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય રોગોની ચર્ચા કરવામાં આવી હતી, આજના કાર્યક્રમમાં ટીપી સદસ્ય
કોર્પોરેટર ચીરાગસિંહ સોલંકી, કાયદા સમિતિ અધ્યક્ષ હસમુખ ભાઈ નાયકા, બાંધકામ સદસ્ય પિયુષા બેન પટેલ અને પાણી સદસ્ય રિનાબેન રાજપૂત ઉપરાંત ઉધના ઝોનના નાયબ આરોગ્ય અધિકારી અર્પિત દૂધવાલા, નાયબ આરોગ્ય અધિકારી દિનેશ પટેલ, VBDC અધિકારી વૈષ્ણવ ભાઈ, ચીફ એસ આઇ સંજય પટેલ એસ આઇ પ્રતિક ચૌહાણ એસ એસ આઈ શ્રીરંગ નાયક એસ એસ આઈ સુનીલ પટેલ mphw ચિરાગ સુરતી mphw ચંદ્રકાંત સચીન ડૉક્ટર પ્રમુખ વીરેન્દ્ર મહીડા અને સચીન કનકપુર લાજપોર ના તમામ ડોક્ટર્સ હજાર રહ્યા હતા અને મીટિંગ મા કોરોના મલેરીયા ડેન્ગ્યુ અને અન્ય રોગો ની ચર્ચા કરવામાં આવી હતી તથા ડોક્ટર ને એક એપ આપવામાં આવી છે, જેથી કોરોના ડેન્ગ્યુ મલેરિયા રોગ થાય હોય તેવા દર્દી નુ નામ સરનામું મો નં. જેવી વિગતો આપેલ એપ મા ઓનલાઇન અપડેટ કરવાનું જેથી તાત્કાલિક રોગ માટે પગલાં લઈને આગળ જતાં અટકાવી શકાય, આ ઉપરાંત અધિકારીઓ દ્વારા
કોરોના ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા કેસમા સૂર્વેલન્સ ની કામગીરી વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ દવાખાના ના ડૉક્ટર ને એમને ત્યા આવતા આવા શંકાસ્પદ દર્દી ને નજીક ના આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરવા તાત્કાલિક મોકલવા પણ જણાવ્યું હતું. આ મિટિંગમાં પધારેલ સહુનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
Comments