top of page

સચિનની સરસ્વતી શાળાના બાળકોને સાયબર ક્રાઇમ વિષે માહિતી અપાઇ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 5, 2022
  • 2 min read

સચિન : આજે સચિનની સરસ્વતી શાળાના 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા માટે તેમજ સોશિયલ મીડિયાના દુરુપયોગ વિશે સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા સમજ આપવામાં આવી હતી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર તમામ વિદ્યાર્થીઓને હવે આ બાબતે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ જો આ તમામ ક્રાઇમને લઈને એલર્ટ રહેશે તો તેમના પરિવારને પણ તેઓ સાવધ કરી શકે છે. બાળકોને બેન્કિંગ ફોર્ડ, ફેક આઈડી, સોશિયલ મીડિયાનો વધુ પડતો દુરુપયોગ, ઓનલાઇન સાયબર ક્રાઇમાં કેવી રીતે છેતરપિંડી થાય છે તે સહીતના કિસ્સાઓ સાથે વિદ્યાર્થીઓને રુબરુ માહિતગાર કરવામાં આવ્યા હતા. સરસ્વતી શાળામા આજના કાર્યક્રમમા પધારેલ મદદનિશ પોલિસ કમિશ્નર એફ ડીવિઝન આર. એલ. માવાણી, સચીન પોલિસ ઇન્સપેકટર આર. આર. દેસાઇ, સી ટીમ ના પોલિસ સબ ઇન્સ્પેકટર એસ.સી.સંગાડા, ડી સ્ટાફ અને સાયબર ક્રાઇમનાં પોલિસ સબ ઇન્સ્પેકટર હીરેન જે. મચ્છર તથા સાઇબર ક્રાઇમ વોલેન્ટીયર કિશન ગઢવીએ ખાસ જણાવ્યું કે, બાળકોને ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમને લઈને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે બાળકો અત્યારથી જ આ પાઠ ભણશે તો તેઓ પોતાને પણ તે ખુબ જ મદદરૂપ થશે. તેમના પરિવારના સભ્યોને પણ તેઓ મદદ કરી શકેશે. સોશિયલ મીડિયા ઉપર બાળકો ખૂબ સમય પસાર કરતા હોય છે. તેનાથી પણ તેમણે કેવી રીતે સાવધાન રહેવું જોઇએ તે અંગે અમારા દ્વારા માહિતી આપવામાં આવી છે. આ પ્રસંગે પધારેલ સહુ પોલિસ અધિકારિઓનું સરસ્વતી હિંદી વિભાગ શાળા આચાર્ય હર્ષદભાઇ પટેલ અને અંગ્રેજી વિભાગના આચાર્ય અવનીએ સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમ બાબતે આભાર માન્યો હતો. આ પ્રસંગે આર આર દેસાઇ પીઆઇ સચિન દ્વારા શપથ વિધિ પણ કરાવી હતી અને જણાવ્યું હતું કે, આજે બાળકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો છે. કેમ કે, દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને હવે ઓનલાઈન સાયબર અવરનેસ માટે પણ સાયબર સંજીવની નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે હવે સાયબર ક્રાઈમના તમે ભોગ બનો તો તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા અંગે લોકો પોતાની જાતેજ જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની નામના અભિયાનમાં જોડાવાની અપીલ પણ કરાઈ છે આજના માહિતી સભર કાર્યક્રમમા મહત્વની વાત એ રહી કે લોકો એ ક્યારેય પણ લોભામણી લાલચમાં આવવું નહીં પહેલા ખરાઈ કર્યા બાદ લેવડ દેવડ કરવી જોઈએ તેમજ પોતાની અંગત માહિતી પણ ક્યાંય શેર ન કરવી એ વિશે પુર્ણ માહિતી શેર કરવામાં આવી.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page