સચિનની મધર્સ એન્ડ બેબી હોસ્પિટલ સામે બેદરકારી નિમિત્તે ગંભીર ગુન્હાની પોલીસ ફરિયાદ થઈ...
- Praja Pankh
- Feb 17, 2022
- 2 min read
ડૉ. લક્ષ્મીરાવ તે મધર્સ એન્ડ બેબી હોસ્પિટલના ડૉક્ટર જેમની ડિગ્રી બાબતે શંકા....

સચિન પ્રજા પંખ : અરજદાર જયેશ બડગુજર દ્વારા પોતાના પત્ની સાથે ગંભીર ગુન્હા બદલ ભાટિયા મોબાઈલની ઉપર સચિન ખાતે આવેલ મધર્સ એન્ડ બેબી હોસ્પિટલના ડૉક્ટર હોસ્પિટલનાં ડો.
લક્ષ્મીરાવ સામે પોલીસ અને આરોગ્યમાં ફરિયાદ કરાઈ છે. અરજીમાં જણાવ્યા મુજબ જયેશના પત્નીને ઉપરોક્ત હોસ્પિટલ ખાતે ૬ માસ અગાઉ લઇ ગયેલ અને ડોક્ટરના કહેવા પ્રમાણે રાજ ઇમીજનેશન ખાતે સોનોગ્રાફી માટે મોકલેલ અને તેના રિપોર્ટ પ્રમાણે પત્ની પ્રેગનેટ છે જેની સારસંભાળ અને સારવાર આજ હોસ્પિટલમાં લેવાનું નક્કી કરેલ કેમકે, ડોકટર કહ્યું હતું કે હું એમ. એસ. ગાયનેક ની ડીગ્રી ધરાવું છું. એટલે પછી ડૉકટરના જણાવ્યા મુજબ દર ૨૮ તારીખે રૂટિન ચેકીંગ કરતા રહ્યા હતા અને ટ્રીટમેન્ટ પણ કરતા હતા જે પણ દવાઓ લખી આપતા અને જે પણ પ્રિકોરશન આપતા હતા અને ફોન દ્વારા પણ ડિલેવરી વિશે માહિતી આપતા રહેતા હતા અને અમારા પત્નિ પણ સમયસર પાલન કરતા રહેતા હતા. જ્યારે
ગત રોજ તારીખ ૧૬/૦૨/૨૦૨૨ ના સાંજે, ૪ વાગ્યા ના અરસામાં મારા પત્ની ને પેટ માં અચાનક દુ:ખાઓ ચાલુ થયો હતો તો હમો અરજદારે અમોના પત્નીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે લઈને આવેલા હતા. ત્યારે ડોકટરે અમોને રાજ ઈમીજીનેશન માં સોનોગ્રાફી કરાવવાનું કીધું તે સોનોગ્રાફી નો રિપોર્ટ આવતા જ ડોક્ટર એ જવાબ આપેલ કે તમારા પત્નીના ગર્ભમાંથી છોકરાનો પગ બહાર આવી ગયેલ છે અને તાત્કાલિક ધોરણે ઓપેરશન કરવું પડશે. બંને માંથી હું કોઈ એકને બચાવી શકીશ. ત્યારે ખુબ જ આધાત લાગ્યો હતો અમો એ તમે ડૉક્ટર છો અને તમે જે પણ કીધું આજ દિન સુધી અમી તમામ પ્રિકોરશનનું પાલન કરતા આવેલા તો આ કેવી રીતે થયું?
કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો અને એ જ ડોક્ટરે મારા થનાર દીકરાના શવ ને બહાર કાઢ્યો હતો અને ડિલેવરી ની તમામ સારવાર પુરી કરીને અમને અમારા મૃત્યુ પામેલા દીકરાના શવ ને અમને સોપી ધીધેલ હતો. અમોએ ડોકટર વિશે અને તેમને હોસ્પિટલ વિશે અમુક માહિતી મળી કે આ ડૉક્ટર તો (એમ. એસ. ગાયનેક) ડૉક્ટર નથી. આ ડૉક્ટર તો બી. એ. એમ. એસ. ની ડિગ્રી ધરાવે છે અને આ બી.એ.એમ.એસની ડિગ્રી ધરાવનાર કોઈ પણ ડૉક્ટર પોતે આ ડિલેવરી ના પ્રોસિજર કરી શકે નહિ. એના માટે એ ડૉક્ટર ને એમ. એસ. ગાયનેકની ડીગ્રી ધારણ કરેલું હોવું જોઈએ વધુ માહિતીમાં આજ થી 12 વર્ષ પહેલા લાજપોરમાં આવેલી કોઈ હોસ્પિટલ માં નોકરી કરતા હતા. ત્યાં પણ આવોજ બનાવ બનેલો અને આ ડૉક્ટર ના બેદરકારી ના કારણે કોઈ બીજા મહિલાની પણ જાન ગયેલી અને ત્યાં આ ડોક્ટરે અમુક રૂપિયા આપીને સમાધાન કરેલું અને આ ડૉક્ટર ને ત્યાંથી નોકરી પર થી પણ કાઢી નાખવામાં આવેલ હતા.
આમ આ ડૉક્ટર ના બેદરકરી ના લીધે અમારા પરિવારમાં આવનાર ચિરાગ ને ખોઈ ચૂકેલ છે અને આવી ઘટના બીજા જોડે ના બને અને સમાજ માં દાખલો બેસે, અને ડૉક્ટર જેવા ભગવાન રૂપી વ્યવસાય ને આવા અમુક ડોક્ટરો જે પોતે ડૉક્ટર ના હોય અને સમાજમાં ડૉક્ટર બનીને બેઠા છે. જેના લીધે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. એ લોકો ને ન્યાય મળે એ માટે યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરેલ છે.
Comentários