સચિનના બાબા ફૂડના માલીક અને પુત્રીને નડ્યો મોટો અકસ્માત
- Praja Pankh
- Mar 16, 2021
- 2 min read
સચિન પ્રજાપંખ દ્વારા : સચિનના બાબા ફૂડ ના માલીક અને પુત્રીને મોટો અકસ્માત નડ્યો છે જેમાં બાબા ફૂડના માલિક રાજેશભાઈના માત – પિતાને ચાર ધામ યાત્રાએ જવાનું હોવાથી સચિન ઘરે થી તારીખ 14-03-2021ના રોજ મળસ્કે 03-00 કલાકે સુરત રેલ્વે સ્ટેશને માત-પિતાને રાજેશભાઈ અને એમની દીકરી પ્રાચી ટ્રેનમાં બેસાડવા પોતાની હુંડાઈ કાર જી જે 05-જે ઈ – 7627 માં નીકળ્યા હતા અને માત-પિતાને ટ્રેનમાં બેસાડી એજ કારમાં મળસ્કે 03-30 કલાકે સહારા દરવાજા થઈને રિંગરોડ બ્રિજ પરથી સચિનના ઘરે રિટર્ન આવતા હતા તે દરમિયાન રિંગરોડ ફાયર સ્ટેશન સામે બીજ પર અચાનક 03-45 કલાકે મોટા ધડાકાઑ સાથે બે કાર અથડાઇ હતી અને કારની હાલત જોતાં કોઈ બચ્યું નહીં હોય તેવી દહેસત થઈ, આ સમયે કોઈ રાહદારીએ હેલ્પ લાઇનમાં ફોન કરતાં પોલીસ અને 108 હજાર થઈ ગઈ જતાં અને સમયસર હેલ્પ મળતા રાજેશ સુખલાલ દેવરે અને પ્રાચી રાજેશભાઈને તથા સામેની સ્વિફ્ટ કાર નંબર જી જે 08 એ ઇ 9110 ના ચાલક ભમરસિંગ કિતુભા વાઘેલા રહે પાંડેસરા ને સ્મીમેરમાં દાખલ કરી સંપૂર્ણ સારવાર મળી હતી.
રાજેશભાઈને આ વિષે પૂછતા એમણે કહ્યું કે, હું અને મારી દીકરી પ્રાચી મારા મમ્મી પપ્પાને ટ્રેનમાં બેસાડી સુરત રેલ્વે સ્ટેશનથી સચિન ઘરે રિંગરોડ બ્રિજ પરથી પરત ફરતા હતા તે દરમિયાન સામેથી જી જે 08 એ ઇ 9110 ના ચાલક ભમરસિંગ કિતુભા વાઘેલા ઋષભ પેટ્રોલ પાસેથી બ્રિજ પર બેફામ રીતે એકદમ ફાસ્ટ સ્પીડમાં કાર હંકારી આવતો હતો અને તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ પણ ખોઈ ચૂક્યો હતો ત્યારે અચાનક મારી કારના બોનેટ સાથે અથડાતાં પહેલા, ડિવાઇડર સાથે અથડાઈને પલટી ખાઈ, રોડ પર ઘસડાઈને ધડાકા સાથે મારી કાર પર ધસી આવી અથડાઇ હતી જેમાં મને અને પ્રાચી દીકરીને હાથ, પગ, ઘૂટણ, બાવાળો, ઘૂટણીએ, કપાળે ઘણી ઇજાઓ થઈ હતી ઉપરાંત કાચના ટુકડાઓ પણ ભરાઈ ગયા છે. જેની સારવાર સ્મીમેરમાં લઈને પોલીસ ફરિયાદ કરી છે. આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશને બેફામ કાર હંકારનાર ને ગાડી સાથે કબ્જે લીધો છે અને આગળની તપાસ કરી રહી છે. 16-03-2021
Comments