સચિનની ડીવાઈન ફ્રેન્ડ ગ્રુપ, નવસારીનાં પુર ગ્રસ્ત પીડિતોને મદદે આવી.
- Praja Pankh
- Jul 16, 2022
- 1 min read

પ્રજાપંખ સચિન: ગત રોજ વેપારી મંડળ અને સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા નવસારીનાં પુર ગ્રસ્ત પીડિતો માટે રાહત સામગ્રી માટે પોકાર કરવામાં આવી હતી જેમાં ગત રોજ ૩૦૦૦ પેકેટ તૈયાર કરીને નવસારીના જે તે વિસ્તારમાં વેપારી મંડળ અને સત્ય સાંઈ સમિતિ દ્વારા જરૂરિયાતમંદો ને અર્પણ કરાયા હતાં આજે બીજા દિવસે પણ નવસારીથી ચીખલી તરફ પ્રવાસ કરી અંદાજિત ૧૬૦૦ પેકેટ જરૂરિયાતમંદો ને અર્પણ કરાયા છે. જેમાં આજે ખાસ એક સચિન નારીઓની બનેલી ડીવાઈન ફ્રેન્ડ ગ્રુપ દ્વારા પણ ફૂલ નહિ તો ફુલની પાંખડી સૂકા નાસ્તાની વ્યવસ્થા એમના ઘરના ખર્ચા માંથી એમણે બચાવેલા પૈસા દ્વારા વેપારી મંડળ ને અર્પણ કરાઇ હતી, જેમાં કવિતા દેસાઇ, શાન્તાબેન ગ્રોસર, નિશાબેન કુકડીયા, વીણાબેન પટેલ, પન્નાબેન પટેલ, અંજનાબેન જૈન, રીટાબેન ભગત, સીમા બેન શાહ, કાંતા બેન જૈન અને શીલાબેન જૈન સદસ્યો છે અને એમને નવસારીના પૂર્ણા નદીના પૂરથી હેરાન પરેશાન થયેલા ૬ દિવસથી ભુખા તરસ્યા રહેલાઓને માટે ખાસ સૂકા નાસ્તાની વ્યવસ્થા એમના ઘરના ખર્ચા માંથી એમણે બચાવેલા પૈસા દ્વારા આ મદદ કરી છે એવું ડીવાઈન ફ્રેન્ડ ગૃપે જણાવ્યું હતું.
Comments