top of page

સચિનના ખૂન કેસમાં ફક્ત દિન-૬ માં ચાર્જશીટ તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂ કરતી સચીન પોલીસ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 24, 2022
  • 2 min read

સચીન પોલીસ સ્ટેશનના સગીરવયના બાળકનું અપહરણ કરી મર્ડર કરી ફરાર થયેલ આરોપીને ગણતરીના કલાકોમાં શોધી આરોપી વિરૂધ્ધ તાત્કાલિક પુરાવાઓ એકઠા કરી ફક્ત દિન-૬ માં ચાર્જશીટ તૈયાર કરી નામદાર કોર્ટમાં સુરત શહેર સચીન પોલીસે રજૂ કરી હતી.....

પ્રજાપંખ સચિન : સચીન ખાતે ચકચારી થયેલ ગુનો ગત તા-૧૬/૦૨/૨૦૨૨ ના રોજ રજીસ્ટર થયેલ જે કામે ફરીયાદીના સગીરવયના બાળકની આ કામના આરોપી શાહબુદ્દિન ઉર્ફે બાબુ s/0 અજમલીયા અંસારી બાપાસિતારામ મીલની પાછળ પારડી કણદે સચીન તા ચૌર્યાસી, જી-સુરત મૂળ (બિહાર) નાઓએ હત્યા કરેલ જે આરોપી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલ હોય સચિન પો.ઇન્સ કે.બી.ઝાલા નાઓએ પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને સદર ગુન્હાના આરોપીને કોલ્સડીટેઇલ્સ તેમજ સી.સી.ટી.વી કેમેરાના ફુટેજો મેળવી અને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે ગણતરીના કલાકોમાં ચિલ ઝડપે આરોપીને સુરત રેલ્વે સ્ટેશનથી પકડી પાડવામાં આવેલ હતો અને એ આરોપીને પકડયા બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી અને અન્ય અધિકારીનાઓના સિધા માર્ગદર્શન અને સુચના હેઠળ આ કામના આરોપી વિરૂધ્ધ પુરાવાઓ પણ યુદ્ધના ધોરણે એકઠા કરી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સાહેદોના પુરાવા સાથે સી.આર.પી.સી કલમ ૧૬૪ મુજબના નિવેદનો મેળવી આરોપીની ઓળખ પરેડ ગોઠવવામાં આવેલ વધુમાં સી.સી.ટી.વી ફુટેજો,તથા કોલ્સ ડીટેઇલ્સ મેળવી તેનું એનાલીસીસ કરી,રીકન્સ્ટ્રકશન પંચનામું તેમજ મુદામાલ રીકવરી કરી આ મુદ્દામાલ એફ.એસ.એલ ખાતે પરીક્ષણ માટે મોકલી આપી તે દાર્શનીક, સાંયોગીક તથા વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રીત કરી મેડીકલ ઓફીસરશ્રી તથા એફ.એસ.એલ અધિકારીઓના ખુબ જ ટુંકી મુદ્દતમાં અભિપ્રાયો મેળવી સદર ગુન્હાની ચાર્જશીટ દિન-૦૬ માં તૈયાર કરી આ રીતે ગંભીર ગુન્હાની તપાસ ખુબજ ગંભીરતાથી કરી નામદાર કોર્ટમાં ગત રોજ કેસ સબમિટ કરી ખુબજ પ્રશંસનીય કામગીરી સચિન પોલીસ દ્વારા નાં ટીમવર્ક દ્વારા કરવામા આવેલ છે. આ પ્રશંસનીય કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ નીચે મુજબ છે.

(૧) પો.ઇન્સશ્રી કે.બી.ઝાલા

(૨) પો.સ.ઇન્સશ્રી એચ.જે.મચ્છર

(૩) પો.સ.ઇન્સશ્રી એસ.આઇ.દેસાઇ

(૪) પો.સ.ઇન્સશ્રી એસ.સી.સંગાડા

(૫) એ.એસ.આઇ પિતામ્બર વ્યંકટ

(૬) એ.એસ.આઇ હરીશભાઇ વનાભાઇ નોકરી પાડેસરા પો.સ્ટે તથા (૭) અ.હે.કો રાજુભાઇ રઘુનાથ નોકરી સચીન GIDC પો.સ્ટે (૮) અ.હે.કો અરવિંદભાઇ ઉગાભાઇ (૯) અ.હે.કો રવિકુમાર જગન્નાથ (૧૦) અ.હે.કો ગજેન્દ્રદાન ગંભીરદાન (૧૧) અ.પો.કો કલ્પેશભાઇ રામભાઇ (૧૨) અ.પો.કો. પ્રવિણભાઇ ભીમાભાઇ (૧૩) અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઇ (૧૪) લોકરક્ષક મુકેશકુમાર શિવાજી (૧૫) લોકરક્ષક રામશીભાઇ જગમાલભાઇએ ટીમ વર્કમાં કામ કરી પ્રશંસાપાત્ર કામગીરી કરી છે.





 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page