સક્રિય મહિલા અગ્રણી જયરાજબા કુંવરબાનું સચિન વિભાગ કેળવણી મંડળ દ્વારા જાહેર સન્માન કરાયું . . . .
- Praja Pankh
- Aug 7, 2021
- 2 min read
સચીન પ્રજાપંખ : એલ ડી હાઇસ્કુલ ખાતે આજે ત્રિવેણી સંગમનું લોકાર્પણ થઈ રહ્યુ હતુ તે શુભ પર્વ ઘડીએ સહુ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં એલ.ડી. હાઇસ્કુલને ઉમેદબા નટવરસિંહ વાંસિયા ટેકનિક્લ ભવનમાં બાળકો માટે બ્રેઇન જીમ એકમ દાન કરવા બદલ સચીન કેળવણી મંડળ દ્વારા જયરાજ કુંવરબા સોલંકીનું ભવ્ય સન્માન કરાયું, તેમનાં આ વિશેષ જાહેર સન્માનથી હોલમા તાળીઓ ગુંજી ઉઠી હતી. આ વચ્ચે સચીન કેળવણી મંડળ અને પધારેલ મુખ્યમહેમાનોનાં કરકમલો દ્વારા શાલ ઓઢાવી, સન્માન પત્ર અને સ્મ્રુતિ ભેટ અર્પણ કરી કરવામાં આવ્યું હતું, આજનો સન્માન એમના માટે બહુમૂલ્ય હતો કેમ કે, આજ સચિન વિભાગ કેળવણી મંડળ ટૃસ્ટ્ના ટ્રસ્ટી તરીકે અને આજ શાળામાં ભણી આજે તેઓ વિવિધ સ્થાનોના શિખરે બિરાજમાન છે. તેઓના સન્માન પ્રત્યે સાભાર માનતાં પ્રવચન પ્રમાણે તેઓ માત-પિતાના આશિર્વાદ અને અધ્યક્ષશ્રી દિનકરભાઇ નાયકજીનાં પ્રેરણાબળે અને ખાસ તો પોતાની લગન અને મહેનતથી આગળ છે. તેઓ શિક્ષણ સાથે પ્રકૃતી પ્રેમી પણ છે, તેઓ હમેશાં નવા પડકાર સ્વીકારીને મહિલાઓને પ્રેરણા આપતાં રહે છે. તેઓ શૈક્ષણિક અને રાજકરણ સાથે જોડાયેલા છે અને સેવાને જીવન મંત્ર બનાવનાર તેઓ રાજકીય, કાર્યદક્ષ, શિક્ષણ પ્રેમી અને કર્મઠ કાર્યકર્તા પણ છે. સુરત જિલ્લા ની શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રસર સચિન વિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટી હોવાથી સચિન સાથે વર્ષોથી સચિનની ધરતી સાથે જમીની નાતો ધરાવે છે. એવા કર્મઠ સેવાભાવી બહેનને મંડળ દ્વારા સન્માનિત કરાયા જેના પ્રત્યુતરમાં સચિન કેળવણી મંડળના અધ્યક્ષ દિનકરભાઇ નાયક અને મંડળના તમામ પદાધિકારીઓ અને શિક્ષકગણો તથા ખાસ આજના મહેમાન તરીકે પધારેલ અતિક્ભાઇ દેસાઇ - મુખ્ય વહીવટી અધિકારી અને ઉપ પ્રમુખ એલ. એન્ડ ટી. હજીરા હતાં સાથે કમલેશભાઇ યાજ્ઞિક – અધ્યક્ષ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી-સુરત, અમિત મહેતા, આલ્ફા ફાઉંડેશન વાપી અને કેમિકલ ઉધોગપતી અશ્વિનભાઇ દેસાઇ, છાયડાના ભરતભાઇ શાહ ઉપરાંત અનેક મહાનુભાવોનો આભાર માન્યો હતો. જયરાજ કુંવરબા વિશે જાણીએ તો તેઓ સ્નાતક છે. તેઓ પાસે ૨૦૧૨ થી અનેક જવાબદારી ભારતીય જનતા પક્ષે આપી છે. તેઓ મહાસંપર્ક અભિયાન, સફાઇ અભિયાન ઉપરાંત અન્ય કામગીરીમાં હમેશાં આગળ રહે છે. તેઓ ૨૦૧૨ માં સુરત જિલ્લા મહિલા મોરચામાં ઉપપ્રમુખ, ૨૦૧૫ માં સચિન ખાતે સ્થાનિક સ્વરાજની ચુંટણીમા જીતીને પ્રથમ મહિલા નગર પ્રમુખ બન્યા, ૨૦૧૫ – સુરત જિલ્લા બારડોલી તાલુકા અને નગરની ચુંટણીમા નિરિક્ષક તરીકે રહ્યા, ૭ વિધાન સભા ક્ષેત્રમા અલગ અલગ સમેલનોનું આયોજન તથા ૨૦૧૬ – મહિલા મોરચા મહામંત્રી બન્યા, ૨૦૧૯ લોકસભાની ચુંટણીમા બારડોલી, લોક્સભાના પ્રભારી રહ્યા, આજે તેઓને મોવડી મંડળે ગુજરાત પ્રદેશ સંગઠન આમંત્રીત સદસ્ય તરીકે ઉચ્ચ સ્થાન આપ્યું છે. તેઓ રાજકરણ સાથે સામાજીક જીવનમા પણ સક્રીય છે. તેઓ 1997 થી ડિકન્સ એજ્યુકેશન ફાઉન્ડેશન એંડ ચેરીટેબલ ટ્રસ્ટ્માં ઉપપ્રમુખ છે. સચિન કેળવણીમંડળમાં 2010 થી સદસ્ય તરીકે અને આજે ટ્ર્સ્ટી તરીકે માનભેર સેવા આપે છે. તેઓનું રંગાનુરાગ પારિવારીક ટ્ર્સ્ટ દ્વારા તબીબી, રક્તદાન, મેડીકલ સહાય યોગદાનના કેમ્પો યોજાય છે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમા આર્થિક સહયોગ અપાય છે, આર એસ એસ કોરોનાની મહામારીમાં રુપિયા 1 લાખ 31 હજારનું અનુદાન આપ્યુ છે. રુપિયા 1 લાખ 1 હજારનું પીએમ ફંડમા યોગદાન કર્યુ છે. રામ જન્મભુમિ તીર્થસ્થાન માટે 25000- નું અનુદાન આપ્યું આમ તેઓ શિક્ષણ અને સામાજિક તથા ધર્મિક કાર્યમા પણ યોગ્ય સેવા કરતાં રહે છે. તેઓ શિક્ષણનો પ્રચાર પ્રસાર પણ હમેશાં કરતા રહે છે. વિશેષ નારી સશક્તિકરણ દ્વારા અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યા છે. સરકારની દરેક યોજાનાઓ ઘર મોહલ્લા સુધી પોંહચાડવાનો પ્રયત્ન કરતા રહે છે આમ એક મહિલા તરીકે દેશની સેવા કરવાનું ગર્વ અનુભવે છે.
Comentários