top of page

"શાળા બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી" ફળિયા શિક્ષણ નું આયોજન હાથ ધરાયું. . .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 17, 2021
  • 2 min read

કોવિડ – 19 ના કારણે ગામના બાળકો શાળાએ ન આવી શકતા શિક્ષણ એમના દ્વારે પહોંચ્યું છે. લીંગડ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સરાહનીયપાત્ર કામગીરી કરી જાતે શિક્ષકો તેમના આંગણે પહોંચી ગયા અને શિક્ષણ પીરસ્યું. . .


પ્રજા પંખ સચિન : આપણે ભલે 21મી સદીમાં ગયા હોઈએ પરંતુ હજી પૂર્ણ ભારત 21મી સદીના ઉંબરે નથી પહોંચી શક્યું, જે પહોંચાડવા શિક્ષકો તન તોડ મહેનત કરી રહ્યા છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા નું શીર્ષક લિંગડ સ્કૂલ ના શિક્ષકોએ સાબિત કરી બતાવ્યુ. કોરોના ના સમયમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ હતી માત્ર ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું, ત્યારે પલસાણા તાલુકાની લીંગડ પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોનું વર્ષ ના બગડે તથા કોઈ પણ બાળક કરંટ અભ્યાસથી વંચિત રહી ના જાય એ માટે પહેલા ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું હતું, પરંતુ ગામડામાં શિડયુલ ટ્રાયબલના બધા વાલીઓ પાસે મોબાઈલ ના હોઇ. એમને ઓનલાઇન શિક્ષણ આપવાનું શક્ય ન બનતા શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પહેલેથી જ ફળિયા શિક્ષણ નું આયોજન કરેલ હતું અને શાળાના શિક્ષકોને રોટેશન મુજબ ટાઈમ ટેબલ બનાવી શૈક્ષણિક કાર્યને જીવંત રાખવામાં આવ્યું. જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. જે બાળકોના વાલીઓ પાસે સ્માર્ટફોન નથી તેવા બાળકોને સર્વે કરી શિક્ષકોને આ મહાયજ્ઞમાં ભાગીદાર બનવા પ્રેર્યા અને આખા વિશ્વમાં જ્યારે કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો અને તેની સીધી અસર શિક્ષણ કાર્ય પર જ પ્રથમ પડી છે. એવા સમયે એક બાજુ કોરોનાનો ડર હતો ત્યારે રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ અને હોમ લર્નિંગ કાર્યક્રમ પ્રોજેક્ટ અમલમાં મુક્યો આવા સમયે શિક્ષક અને બાળકો એકબીજા સાથે નજીક સામાજિક ફિલિંગ થી ટચ ન હોય તો એ સ્તરે ભણતર પ્રાપ્ત ન જ કરી શકે, આમ અનેક શાળાઓમાં ઓનલાઇન દ્વારા શિક્ષણમાં ન તો બાળકો નું ભલું થયું કે ન શિક્ષકોની મહેનત ઊગી, પરંતુ લીંગડ શાળાના શિક્ષકોએ નવતર પ્રયોગના ભાગરૂપે ફળિયા શાળા ચાલુ કરવાનું વિચાર્યું અને શાળાના આચાર્ય સાથે પરામર્શ કરી હોમ લર્નિંગ અને એકમ કસોટી નું ટાઈમ ટેબલ બનાવી ફળિયા શાળા ચાલુ કરવામાં આવેલ ગામ માં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી સરલાબહેન તથા એસ.એમ.સી.ના સભ્યો સાથે ચર્ચા કરી. તેઓના માર્ગદર્શન થી વાલી મુલાકાત કરી વાલીઓને સમજાવ્યા તમો ભલે મજૂરીએ જાવ પરંતુ બાળકોને ફળિયા શાળામાં આવવા આહવાહન કર્યું અને આજે ફળિયા શાળામાં બાળકો સોશિયલ ડિસ્ટનિંગ જાળવી આનંદથી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે તેનો શાળાને અને શાળાના શિક્ષકોને પણ કામ કર્યાનો આનંદ સાથે સારો અહેસાસ થઈ રહ્યો છે. આ હકીકતથી સ્કૂલ ઇન્સ્પેક્ટર બ્રિજેશભાઈ પટેલે શાળાની મુલાકાત લીધી હતી તેમણે શાળામાં ચાલતી ફળિયા શાળાની મુલાકાત લેવાનો આગ્રહ કર્યો અને ફળિયા શાળામાં ચાલતી શૈક્ષણિક કામગીરી તથા બાળકોની હાજરી થી તેઓ પણ આ નવતર પ્રયોગથી ખુબ ખુશ થયા હતાં. ભવિષ્યના ડોકટર એંજિનિયરો કે પાયલોટનું ઉગતું જીવન પ્રથમ પગથિયે લથડી ન જાય જે માટે લીંગડ પ્રાથમિક શાળાના શિક્ષકો ને ખુબ મહેનત કરી રહ્યા છે જે બદલ ગ્રામવાસીઓ એમને અભિનંદન ની વર્ષા કરી અને લોક ચર્ચા મુજબ અહીના શિક્ષકોએ આવા કપરા કોવિડ-19ના સમયમાં પણ શિક્ષણની જયોત પ્રગટાવી રાખી એજ મહાન કાર્ય કર્યું છે જણાવ્યું.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page